નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ મેડમ તુસાદના દિલ્હી મ્યૂઝિયમમાં વિશ્વ જગતની અન્ય હસ્તિઓ વચ્ચે પ્રવેશ કરી લીધો છે. રાજધાની દિલ્હીમાં સ્થિત મેડમ તુસાદ સંગ્રહાલયમાં બુધવારે કોહલીના મીણન પુતળાનું લોકાર્પણ કરવામાં આવ્યું. પુતળામાં તેને ભારતીય જર્સીમાં બેટિંગ કરતો દેખાડવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અવસરે મર્લિન એન્ટરટેનમેન્ટસ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના જનરલ મેનેજર અને ડિરેક્ટર અંશુલ જૈને કહ્યું, આપણે બધી જાણીએ છીએ કે અહીં ક્રિકેટ અને ક્રિકેટ ખેલાડીઓ પ્રત્યે લોકોને ક્યા પ્રકારનું જનૂન છે. કોહલી આજે ક્રિકેટનો સ્ટાર છે અને વિશ્વ ભરમાં તેના પ્રશંસકોની ભરમાર છે. આ પ્રેમ વધવાથે કારણે વિરાટને મેડમ તુસાદ દિલ્હીમાં સામેલ કરવાનો એક જરૂરી નિર્ણય લેવામાં આવ્યો હતો. 



6 મહિનામાં બની પ્રતિમા
અંશુલે જણાવ્યું કે, કોહલીની પ્રતિમાનું નિર્માણ કરવામાં 6 મહિનાનો સમય લાગ્યો છે અને તેને 20 કલાકારોએ મળીને બનાવ્યું છે. આ માટે વિરાટના 200 માપ લેવામાં આવ્યા અને ઘણા ફોટા પાડવામાં આવ્યા. તેનો આ પોઝ તેની સિદ્ધિને દર્શાવે છે. 


અંશુલે કહ્યું કે, પ્રતિમાનો એક ફોટો તેણે વિરાટને મોકલ્યો હતો, જેને જોઈને ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન ખૂબ ખુશ થયો. કોહલીએ કહ્યું, હું આ માટે કરવામાં આવેલા કામ અને પ્રયાસની પ્રશંસા કરૂ છું. મેડમ તુસાદનો મને પસંદ કરવો જીવનનો ક્યારેય ન ભૂલનારો અનુભવ છે. પ્રશંસકોના પ્રેમ અને સમર્થનનો હું આભારી છે.