નવી દિલ્હીઃ વિરાટ કોહલી (Virat Kohli) એ હાલમાં આઈસીસી ટી20 વિશ્વકપ 2021 (ICC T20 World Cup 2021) બાદ ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો હતો. હવે વિરાટ કોહલીએ આઈપીએલ ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગલોર  (RCB) ની કેપ્ટનશિપ પણ છોડવાનો નિર્ણય કર્યો છે. રવિવારે આઈપીએલ ફ્રેન્ચાઇઝી આરસીબીએ ટ્વીટ કરી આ જાણકારી આપી છે. વિરાટ કોહલી 2013થી આઈપીએલમાં આરસીબીની કમાન સંભાળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીએ કહ્યુ- આરબીસીના કેપ્ટનના રૂપમાં આ મારી છેલ્લી આઈપીએલ હશે. મેં મારી છેલ્લી મેચ સુધી આરસીબીનો ખેલાડી બન્યો રહીશ. મારા પર વિશ્વાસ કરવા અને મારૂ સમર્થન કરવા માટે હું આરસીબીના તમામ ફેન્સનો આભાર માનુ છું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube