હૈદરાબાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. સિરીઝની પ્રથમ ટેસ્ટ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં શરૂ થશે. આ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલી અંગત કારણોસર પ્રથમ બે ટેસ્ટ મેચ રમી શકશે નહીં. ભારતીય ક્રિકેટ બોર્ડે આ માહિતી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંગત કારણોસર લીધો નિર્ણય
વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝના શરૂઆતી બે મુકાબલામાં અંગત કારણોસર પોતાનું નામ પરત લીધુ છે. ભારતીય ક્રિકેટ બોર્ડે નામ પરત લેવાની જાણકારી આપી છે. બીસીસીઆઈએ વિરાટ કોહલીને લઈને એક અખબારી યાદી જાહેર કરી, જેમાં ભારતીય બેટર દ્વારા નામ પરત લેવાની જાણકારી આપવામાં આવી છે. 


અખબારી યાદીમાં ભારતીય ક્રિકેટ બોર્ડે કહ્યું- વિરાટ કોહલીએ અંગત કારણોનો હવાલો આપતા બીસીસીઆઈને ઈંગ્લેન્ડ વિરુદ્ધ આગામી ટેસ્ટ સિરીઝના શરૂઆતી મુકાબલામાં નામ પરત લેવાની વિનંતી કરી હતી. 


આગળ લખવામાં આવ્યા- વિરાટ કોહલીએ કેપ્ટન રોહિત શર્મા, ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો સાથે વાત કરી અને ભારત આપીને કહ્યું કે દેશનું પ્રતિનિધિત્વ કરવું તેની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે, કેટલીક અંગત સ્થિતિ તેમની ગેરહાજરી માટે માંગ કરે છે.