વિરાટ કોહલીનો કોરોના વાયરસથી બચાવ માટે સંદેશ, સુરક્ષિત અને સાવધાન રહો
દક્ષિણ આફ્રિકા વિરુદ્ઘ વનડે સિરીઝની બાકી બે મેચોને કોરોના વાયરસને કારણે રદ્દ કરી દેવામાં આવી છે. ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર મેસેજ લખ્યો છે.
નવી દિલ્હીઃ ચીનથી ફેલાયેલા ઘાતક કોરોના વાયરસના વધતા પ્રકોપની અસર ભારતીય ક્રિકેટ પર પણ પડી છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનારી સિરીઝની બાકી બે વનડે આંતરરાષ્ટ્રીય મેચ રદ્દ કરી દેવામાં આવી છે અને આઈપીએલ પણ 15 એપ્રિલ સુધી ટાળી દેવામાં આવી છે.
આ વચ્ચે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર કોરોના વાયરસના બચાવનો મેસેજ લખ્યો છે. તેણે લખ્યું, 'મજબૂત રહો અને તમામ સાવધાની રાખતા #COVID19 સામે લડો. સુરક્ષિત રહો, સતર્ક રહો અને સૌથી મહત્વપૂર્ણ વાત- સારવારથી સારૂ નિવારણ છે. બધાનું ધ્યાન રાખો.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube