રાંચીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની સિરીઝની ત્રીજી વનડે મેચ અહીં જેએસસીએ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 313 રન બનાવ્યા છે અને ભારતને જીતવા માટે 314 રનનો લક્ષ્યાંક આપ્યો છે. જેના જવાબમાં ભારતીય ટીમ 48.2 ઓવરમાં 281 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાનો 32 રને વિજય થયો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટીમને જીતાડવા માટે ભરપૂર મહેનત કરી હતી અને 95 બોલમાં 123 બનાવ્યા હતા, પરંતુ તેની સદી ટીમને વિજય અપાવામાં કામ લાગી નહીં. કોહલી સિવાય એક પણ ખેલાડી અડધી સદી સુધી પણ પહોંચી શક્યો ન હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓપનરોએ કર્યા નિરાશ
314 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને બંન્ને ઓનપરો શિખર ધવન અને રોહિત શર્મા પાસે સારી શરૂઆતની આશા હતી. પરંતુ બંન્નેએ નિરાશ કર્યા હતા. ટીમે 15 રનના સ્કોર પર બંન્ને ઓપનરોને ગુમાવી દીધા હતા. શિખર ધવન (1) રન બનાવી ઝાયે રિચર્ડસનનો શિકાર બન્યો હતો. પોઈન્ટ પર ગ્લેન મેક્સવેલે શાનદાર કેચ કર્યો હતો. ત્યારબાદ રોહિત શર્મા (14)ને પેટ કમિન્સે LBW આઉટ કરીને ભારતને બીજો ઝટકો આપ્યો હતો. 


રાયડૂ ફરી ફેલ
અંબાતી રાયડૂ ફરી મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. રાયડૂ (2)ને પેટ કમિનન્સે બોલ્ડ કરીને ભારતનો ત્રીજો ઝટકો આપ્યો હતો. 


કોહલી-ધોની વચ્ચે 59 રનની ભાગીદારી
ભારતે 27 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવ્યા બાદ મહેન્દ્ર સિંહ ધોની પોતાના હોમગ્રાઉન્ડમાં બેટિંગ માટે આવ્યો હતો. તેણે કોહલી સાથે મળીને ચોથી વિકેટ માટે 59 રનની ભાગીદારી કરી હતી. ટીમ ઈન્ડિયાનો કુલ સ્કોર 86 રન હતો ત્યારે ઈનિંગની 20મી ઓવરમાં એડમ ઝમ્પાએ ધોની (26)ને બોલ્ડ કર્યો હતો. તેણે 42 બોલનો સામનો કરતા 2 ફોર અને એક સિક્સ ફટકારી હતી.


ધોનીના આઉટ થયા બાદ કેદાર જાધવ કેપ્ટન કોહલીને સાથ આપવા આવ્યો હતો. જોકે, તે ક્રિઝ પર વધુ ટકી શક્યો નહીં અને 39 બોલમાં 26 રન બનાવીને ઝમ્પાની બોલિંગમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો. 


ભારત તરફથી વિજય શંકર(32), રવિન્દ્ર જાડેજા(24), કુલદીપ યાદવ (10), મોહમ્મદ શમીએ 8 રન બનાવ્યા હતા. જસપ્રિત બુમરા શૂન્ય રને નોટઆઉટ રહ્યો હતો. 


ઓસ્ટ્રેલિયા માટે પેટ કમિન્સ, જે રિચર્ડ્સન અને આદમ ઝમ્પાએ 3-3 વિકેટ ઝડપી હતી, જ્યારે નાથાન લાયનને 1 વિકેટ મળી હતી. 


ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજા (104), એરોન ફિન્ચ (93) અને ગ્લેન મેક્સવેલ (47) રન બનાવ્યા હતા. ભાતર તરફથી કુલદીપ યાદવે 10 ઓવરમાં 64 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. 


વિરાટ કોહલીની 41મી સદી
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ રાંચી ખાતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન ડેમાં એક છેડો પકડી રાખીને તેની 41મી વન ડે સેન્ચુરી ફટકારી છે. કોહલીની સદી સાથે જ ભારતની વિજયની તકો પ્રબળ બની ગઈ છે.  વિરાટ કોહલી 95 બોલમાં 123 રન બનાવીને ઝમ્પાની બોલિંગમાં બોલ્ડ આઉટ થયો હતો. 


ફિન્ચ-ખ્વાજાએ અપાવી શાનદાર શરૂઆત
ઓસ્ટ્રેલિયાને બંન્ને ઓપનર એરોન ફિન્ચ અને ઉસ્માન ખ્વાજાએ શાનદાર શરૂઆત અપાવી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 31.5 ઓવરમાં 193 રનની ભાગીદારી કરી હતી. બંન્નેએ શાનદાર રીતે ભારતીય બોલરોને સામનો કર્યો હતો. ભારતને પ્રથમ સફળતા કુલદીપ યાદવે અપાવી હતી. એરોન ફિન્ચ (93) સદી ચુક્યો હતો. તેને કુલદીપ યાદવે LBW આઉટ કર્યો હતો. તેણે 99 બોલનો સામનો કરતા 10 ચોગ્ગા અને 3 સિક્સ ફટકારી હતી. 


ખ્વાજાના કરિયરની પ્રથમ સદી
ઓસ્ટ્રેલિયાના ઓનપર ઉસ્માન ખ્વાજાએ પોતાના વનડે કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. આ માટે તેણે 107 બોલનો સામનો કરતા 11 ફોર અને એક સિક્સ ફટકારી હતી. ઈનિંગની 37મી ઓવરના છેલ્લા બોલ પર ખ્વાજાએ સિંગલ લઈને પોતાના વનડે કરિયરની પ્રથમ સદી પૂરી કરી હતી. સદી ફટકાર્યા બાદ ખ્વાજા 104  રન બનાવી આઉટ થયો હતો. તેણે 113 બોલનો સામનો કર્યો હતો. 


ઓપનરો આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાનો ધબડકો
ઓસ્ટ્રેલિયાએ કુલ 239 રનના સ્કોર પર બંન્ને ઓપનરો ગુમાવ્યા હતા. ત્યારબાદ તેનો ધબડકો થયો હતો. કાંગારૂ ટીમે 258 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. ગ્લેન મેક્સવેલ (47) રનઆઉટ થયો હતો. તેણે 31 બોલનો સામનો કરતા 3 ફોર અને 3 સિક્સ ફટકારી હતી. ત્યારબાદ ઈનિંગની 44મી ઓવરમાં કુલદીપ યાદવે શોન માર્શ (7) અને પીટર હૈંડ્સકોમ્બ (0)ને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને બે ઝટકા આપ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 263ના સ્કોર પર ચોથી અને 5મી વિકેટ ગુમાવી હતી. 


સ્ટોઇનિસ અને એલેક્સ કેરી વચ્ચે 50 રનની ભાગીદારી
અંતિમ ઓવરોમાં એલેક્સ કેરી અને માર્કસ સ્ટોઇનિસે 38 બોલમાં 50 રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાનો સ્કોર 313 સુધી પહોંચાડ્યો હતો. સ્ટોઇનિસ 26 બોલમાં 31 અને એલેક્સ કેરી 17 બોલમાં 21 રન બનાવી અણનમ રહ્યાં હતા. 


ડેથ ઓવરમાં ભારતે કરી વાપસી
ઓસ્ટ્રેલિયાએ 40 ઓવરમાં 2 વિકેટે 244 રન બનાવી લીધા હતા. ત્યારે એમ લાગી રહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા અંતિમ 10 ઓવરમાં આક્રમક બેટિંગ કરીને સ્કોર 350 સુધી પહોંચાડી શકે છે. પરંતુ ભારતીય બોલરોએ અંતિમ ઓવરમાં શાનદાર બોલિંગ કરતા ઓસ્ટ્રેલિયાને 313 રન સુધી સિમિત રાખ્યું હતું. 

ભારતીય ટીમ યથાવત
ભારતીય ટીમે પોતાની અંતિમ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. ભુવનેશ્વર કુમારને તક આપવામાં આવી નથી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ પોતાની અંતિમ ઇલેવનમાં એક ફેરફાર કર્યો છે. નાથન કુલ્ટર નાઇલના સ્થાને ઝાયે રિચર્ડસનને સ્થાન આપવામાં આવ્યું છે. 


આર્મી કેપ પહેરીને ઉતરશે ભારતીય ટીમ
ભારતીય ટીમ આ મેચમાં પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે ખાસ કેપ પહેરીને મેદાનમાં ઉતરશે. આ સાથે ભારતીય ટીમના તમામ ખેલાડીઓ પોતાની મેચ ફી પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોનો પરિવારજનોને ડોનેટ કરશે. 



ટીમઃ 
ભારતઃ રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, અંબાતી રાયડૂ, વિજય શંકર, કેદાર જાધવ, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ. 


ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિન્ચ, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, પીટર હૈંડ્સકોમ્બ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, એલેક્સ કેરી, પેટ કમિન્સ, ઝાયે રિચર્ડ્સન, નાથન લાયન, એડમ ઝમ્પા.