વિશાખાપટ્ટનમઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શનિવારે વિશ્વકપ જનારા ખેલાડીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો કે, તે આઈપીએલ દરમિયાન ખરાબ ટેકનિકલ ટેવ ન શીખે અને સતર્કતાથી કાર્યભાર સંભાળે. આ સાથે તે પણ કહ્યું કે, આમ કરવા માટે 23 માર્ચથી શરૂ થઈ રહેલી લોભામણી લીગમાં જો જરૂર હોય તો તે મેચમાંથી આરામ પણ લઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાત સપ્તાહ સુધી ચાલનારી લીગ 12 મેએ સમાપ્ત થશે અને ભારતીય ટીમ તેના 23 દિવસ બાદ સાઉથમ્પટનમમાં પાંચ જૂને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વિશ્વકપનો શરૂઆતી મેચ રમશે. કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટી20 મેચની પૂર્વ સંધ્યા પર કહ્યું, તેણે નક્કી કરવું પડશે કે, તેની રમત વનડેના હિસાબે વધુ અલગ ન હોય. તેનો અર્થ છે કે અમારે ખરાબ આદતોથી સતર્ક રહેવું પડશે જે આઈપીએલ દરમિયાન સામેલ થઈ શકે છે. 



IND vs AUS: પ્રથમ ટી20 કાલે, કાંગારૂઓને પરાસ્ત કરવા ઉતરશે ભારત 


કોહલી માટે રાષ્ટ્રીય ટીમનું હિત સર્વોપરિ છે, તે ઈચ્છે છે કે તેના સાથી આઈપીએલ દરમિયાન આ વસ્તુનું ધ્યાન રાખે. તેણે કહ્યું, તમામ ખેલાડીઓએ આઈપીએલ દરમિયાન ખરાબ ટેવો ન પાડવા માટે સતત પ્રયત્ન કરવો પડશે, જેથી તેના પર લગામ લાગી શકે. 


તેણે કહ્યું, જેમ તમે નેટમાં પ્રવેશ કરો છો અને ખરાબ ટેવો બનાવવા લાગો છે, તમે લય ગુમાવી દો છો અને બેટ્સમેન ફોર્મ ગુમાવી દે છે. વિશ્વકપ જેવી ટૂર્નામેન્ટમાં ફોર્મમાં વાપસી કરવી ખૂબ મુશ્કેલ હોય છે.