નવી દિલ્હીઃ ભારતીય શેર બજારની કરોડરજ્જુ ગણાતા અદાણી ગ્રુપમાં 24 જાન્યુઆરીએ હિંડનબર્ગના અહેવાલ બાદ હલચલ મચાવી દીધી હતી. અદાણી ગ્રુપના શેર નીચે આવવા લાગ્યા. હિન્ડેનબર્ગના અહેવાલ બાદ વિશ્વના બીજા સૌથી ધનિક જૂથના વડા ગૌતમ અદાણી ટોપ-20માંથી બહાર થઈ ગયા હતા અને તેમના પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. આ મામલે વિપક્ષ નરેન્દ્ર મોદી સરકાર પર આક્રમક સવાલ કરી રહ્યાં છે. બીજી તરફ ગૌતમ અદાણીએ ખુદ સામે આવીને ખુલાસો આપવો પડ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વચ્ચે ભારતીય માર્કેટ અને અદાણી ગ્રુપમાં આવેલા ભૂકંપને લઈને પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગે હિંડનબર્ગ પર હુમલો કર્યો છે. તેમણે હિંડનબર્ગનું નામ લીધા વગર કહ્યું કે ભૂરાઓથી ભારતની પ્રગતિ સહન થતી નથી. એટલું જ નહીં તેમણે આ મામલાને પ્લાન્ડ ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યું- ગોરાઓથી ઈન્ડિયાની પ્રગતિ સહન થતી નથી. ઈન્ડિયન માર્કેટનું આ પ્રકારે નીચે આવવું ચતુરાઈથી પ્લાન્ડ કોન્સપિરેસી લાગે છે. 


ભાજપ સરકારે અદાણી ગ્રુપને આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, કરોડોનું ટેન્ડર રદ કર્યું


ગૌતમ અદાણી ગ્રુપની નેટવર્થમાં ઝડપથી ઘટાડો થયો છે તો તેની ઈન્ટરનેશનલ માર્કેટમાં છબી ખરાબ થઈ છે. તે એક 20 હજાર કરોડનો એફપીઓ લાવી રહ્યાં હતા, પરંતુ આ વિવાદ બાદ તેને સ્થગિત કરવો પડ્યો હતો. તેમણે કહ્યું હતું કે એફપીઓમાં લાગેલા ઈન્વેસ્ટર્સના પૈસા ખુદ પરત કરશે. છેલ્લા બે સપ્તાહથી આ મુદ્દો ચર્ચામાં છે અને અદાણી ગ્રુપના શેરમાં 44 ટકા જેટલો ઘટાડો થઈ ચુક્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube