નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે, ચેન્નઈ સુપક કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર આઈપીએલના નિયમોનો ભંગ કરવાને કારણે બેથી ત્રણ મેચોનો પ્રતિબંધ લગાવવાની જરૂર હતી. ધોની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 12મી સિઝનમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રમાયેલા મેચમાં અમ્પાયરના નિર્ણય વિરુદ્ધ ડગઆઉટથી મેદાન પર આવી ગયો હતો. આ કારણે ધોનીની ટીકા થઈ હતી. ધોનીને મેચ ફીના 50%નો દંડ ફટકારવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીરૂએ કહ્યું કે, 'જો તેણે આ ભારતીય ટીમ માટે કર્યું હોત તો હું ખુબ ખુશ હોત.' મેં તેને ભારતીય ટીમની આગેવાનીના દિવસોમાં આટલો ગુસ્સામાં ક્યારેય જોયો નથી. મને લાગે છે કે તે ચેન્નઈને લઈને થોડો વધુ ભાવુક થઈ રહ્યો છે. 


તેણે કહ્યું, 'મને લાગે ચે કે જ્યારે ચેન્નઈના બે ખેલાડી મેદાન પર હતા ત્યારે તેણે મેદાન પર જવાની જરૂર નહતી.' તે બે ખેલાડીઓ પણ નો બોલને લઈને એટલા ગુસ્સામાં હતા જેટલો ધોની. તેથી મને લાગે છે કે, તેણે આ ઘટનાને જવા દેવી જોઈએ. 


પૂર્વ ઓપનિંગ બેટ્સમેને કહ્યું, આ માટે તેના પર આઈપીએલના નિયમો પ્રમાણે બેથી ત્રણ મેચનો પ્રતિબંધ લગાવવો જોઈએ જેથી એક ઉદાહરણ આપી શકાય. તેણે મેદાનની બહાર રહેવાની જરૂર હતી. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર