વિવ રિચર્ડસે ભારત સિવાય આ ટીમોને ગણાવી વર્લ્ડકપ-2019મા જીતની દાવેદાર
વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન વિવ રિચર્ડ્સ (Viv Richards)ને કોઈ ઓળખની જરૂર નથી. તેમની છબી એક વિસ્ફોટક બેટ્સમેનની હતી અને પોતાની બેટિંગથી કોઈપણ આક્રમણને વેરવિખેર કરવા સક્ષમ હતા.
ગુવાહાટીઃ વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન વિવ રિચર્ડ્સ (Viv Richards)ને કોઈ ઓળખની જરૂર નથી. તેમની છબી એક વિસ્ફોટક બેટ્સમેનની હતી અને પોતાની બેટિંગથી કોઈપણ આક્રમણને વેરવિખેર કરવા સક્ષમ હતા. વેસ્ટ ઈન્ડિઝ ટીમના પૂર્વ કેપ્ટન રિચર્ડ્સનું માનવું છે કે, યજમાન ઈંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા 2019મા યોજાનારા વિશ્વકપમાં ટાઇટલ જીતવાના દાવેદાર છે. વર્લ્ડકપ 2019ની યજમાની ઈંગ્લેન્ડ કરશે. રિચર્ડેસ કહ્યું, ઈંગ્લેન્ડ સારૂ રમી રહ્યો છે. અંતિમ ઘડીએ તે નબળી પડી જાય છે. બીજીતરફ ભારત અને પાકિસ્તાન બે એવી ટીમો છે, જે ગમે તે ટીમને હરાવી શકે છે.
તેણે ઓસ્ટ્રેલિયાને પણ મજબૂત ગણાવતા જીતની દાવેદાર માની છે. તેમણ કહ્યું કે, ઓસ્ટ્રેલિયા શાનદાર ટીમ છે. મને લાગે છે કે, આ ચાર થી પાંચ ટીમો છે જે 2019નો વિશ્વકપ જીતવા સક્ષમ છે. વેસ્ટ ઈન્ડિઝ વિશે પૂછતા રિચર્ડસે કહ્યું, ટીમ હાલના વર્ષોમાં સારા ફોર્મમાં નથી અને તેમણે આશા વ્યક્ત કરી કે ટીમ આ વખતે સારૂ પ્રદર્શન કરશે.
કોઈપણ ફોર્મેટમાં રમવું ખેલાડીઓની વ્યક્તિગત પસંદઃ ધોની
રિચર્ડસે (Viv Richards) કહ્યું, સીમિત ઓવરોમાં મેચમાં તે વાત પર નિર્ભર કરે છે કે, તમે મેચના દિવસે કેવું પ્રદર્શન કરો છો. જો ખરાબ દિવસ હોય તો નબળી ટીમ પણ તમને હરાવી શકે છે. હું વિન્ડીઝની ટીમને ત્યાં પહોંચવાની આશા રાખું છું તે જ્યાં પહોંચવા માટે હકદાર છે. પૂર્વ કેપ્ટને બ્રાયન લારાની પ્રશંસા કરતા કહ્યું કે, વેસ્ટ ઈન્ડિઝ ભાગ્યશાળી રહ્યું કે, તેને લારા જેવો બેટ્સમેન મળ્યો. પાકિસ્તાનના દિગ્ગજ ઇમરાન ખાનની જેમ રાજનીતિમાં જોડાવાની સંભાવના પર રિચર્ડ્સે કહ્યું, આ મારા માટે મુશ્કેલ કામ છે. લોકોને સંતુષ્ઠ કરવા હંમેશા મુશ્કેલ હોય છે, કારણ કે, તે હંમેશા વધારે આશા રાખે છે. આ મામલામાં આ પદ સુધી પહોંચવા મારા માટે ઇમરાનથી ઈર્ષા થાય છે.
India vs Australia- બુમરાહ વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર બનશેઃ માઇકલ ક્લાર્ક