નવી દિલ્હીઃ રિષભ પંત એકવાર ફરી નંબર-4 પર નિષ્ફળ રહ્યો છે. નંબર-4 પર તેની નિષ્ફળતાનો આ સિલસિલો ખુબ લાંગો છે કે હવે સામાન્ય પ્રશંસકથી લઈને ક્રિકેટના દિગ્ગજો સુધી તમામ લોકો ધૈર્ય ગુમાવી ચુક્યા છે. સુનીલ ગાવસ્કર, બ્રાયન લારા, વીવીએસ લક્ષ્મણનું માનવું છે કે રિષભ પંત (Rishabh Pant)નું નંબર-4 પર સફળ થવું મુશ્કેલ છે. ભારતીય ટીમે તેના સ્થાને અન્ય કોઈને તક આપવી પડશે. લારાએ તો ત્યાં સુધી કહ્યું કે, અત્યાર સુધી તેની જગ્યા ટીમમાં હતી અને હવે અન્યને તક આપવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ આફ્રિકાએ ત્રીજી ટી20 મેચમાં ભારતને 9 વિકેટથી હરાવ્યું હતું. રિષભ પંત આ મેચમાં ચોથા ક્રમે બેટિંગ કરવા આવ્યો અને માત્ર 19 રન બનાવી આઉટ થયો હતો. વીવીએસ લક્ષ્મણે (VVS Laxman) આ મેચની પહેલા અને બાદમાં કહ્યું કે, રિષભ પંતની બેટિંગ સ્ટાઇલ નંબર-4ને લાયક નથી. તે ઈનિંગની શરૂઆતમાં એક-બે રન શોધતો નથી. તેનો પ્રયત્ન ભાગીદારી બનાવવાનો હોતો નથી. તેની જગ્યાએ શોટ્સ રમવાનું પસંદ કરે છે. તેવામાં ટીમ મેનેજમેન્ટે પંતને 5 કે છઠ્ઠા ક્રમે મોકલવો જોઈએ. 

IND vs SA: બેંગલુરૂ ટી20માં ટીમ ઇન્ડીયાની હારના 5 મોટા કારણ


વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાએ પણ લક્ષ્મણની વાત પર સહમતિ વ્યક્ત કરી છે. તેણે સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર પોસ્ટ મેચ શોમાં ત્યાં સુધી કહ્યું કે, સતત નિષ્ફળતાને કારણે રિષભ પંતનો આત્મવિશ્વાસ પણ ડગમગી ગયો હશે. તેથી ટીમ મેનેજમેન્ટે પંતના સ્થાને અન્ય કોઈ યુવા વિકેટકીપરને તક આપવા વિશે વિચાર કરવો જોઈએ. 


આ વચ્ચે સુનીલ ગાવસ્કરે એકવાર ફરી કહ્યું કે, રિષભ પંતને બેટિંગ ઓર્ડરમાં નીચે કરવો જરૂરી છે. તેમણે કહ્યું કે, નબંર-4 પર શ્રેયસ અય્યર, મનીષ પાંડે અને કેએલ રાહુલનો વિકલ્પ હાજર છે. તેવામાં પંતને પાંચ કે છઠ્ઠા ક્રમે મોકલવો જોઈએ. તે આ નંબર પર વધુ સારૂ પ્રદર્શન કરશે. 


પોતાના મજાકભર્યા અંદાજ માટે લોકપ્રિય ગાવસ્કરે તો કોમેન્ટ્રી દરમિયાન કોન બનેગા કરોડપતિની જેમ સવાલ પૂછ્યો કે જણાવો નંબર-4 પર ક્યો બેટ્સમેન ફિટ છે. ગાવસ્કરે ત્યારબાદ તેના જવાબ માટે ચાર વિકલ્પ પણ આવ્યા. તેમણે આ વિકલ્પમાં રિષભ પંત, શ્રેયસ અય્યર, મનીષ પાંડે અને કેએલ રાહુલનું નામ લીધું હતું.