લાહોરઃ પાકિસ્તાનની વિશ્વ કપની ટીમમાં સ્થાન મેળવનાર બેટ્સમેન આબિદ અલી આ મહાકુંભ પહેલા સચિન તેંડુલકરની સલાહ લેવા ઈચ્છે છે અને તેણે કહ્યું કે, તે આ ભારતીય દિગ્ગજને ગળે લગાવવા ઈચ્છે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 31 વર્ષીય બેટ્સમેને પાકિસ્તાનના ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ગત મહિને દુબઈમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સદી ફટકાર્યા બાદ તે વિશ્વકપ માટે રાષ્ટ્રીય ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. 


આબિદે પત્રકારોને કહ્યું, 'મારી સચિન તેંડુલકરને મળવાની દિલની ઈચ્છા છે.' હકીકતમાં હું તેને ગળે લગાવવા ઈચ્છીશ અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે તમામ મહાન ખેલાડી યુવાનોને મળે છે, તેઓ મને નિરાશ કરશે નહીં. તેણે કહ્યું, મને વિશ્વાસ છે કે જો હું સચિન પાસેથી ક્રિકેટ પર કોઈ સલાહ લેવા ઈચ્છીશ તો તે સકારાત્મક જવાબ આપશે. 


આબિદે કહ્યું કે, મારા આદર્શ ખેલાડી તેંડુલકર સાથે મુલાકાત તેના માટે યાદગાર હશે. તેણે કહ્યું, આ મારી જિંદગીનો સૌથી સારો દિવસ હશે જ્યારે હું તેમને (તેંડુલકર)ને મળીશ કારણ કે, તે વિશ્વસના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાંથી એક છે. વેસ્ટ ઈન્ડિઝના વિવ રિચર્ડ્સ પણ મહાન બેટ્સમેન છે અને હું તમામ મહાન ખેલાડીઓને મળીને તેમની પાસે શીખવા ઈચ્છું છું. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર