સટ્ટાબાજ સંજીવ ચાવલાને લઈને અડધી રાત્રે લંડનથી ઉડાન ભરશે દિલ્હી પોલીસ
દિલ્હીઃ ક્રિકેટ સટ્ટાબાજીમાં સામેલ થનારા ધુરંધરોના ચહેરા ઉઘાડા પડવાનો સમય સમાપ્ત થઈ ચુક્યો છે. આશરે 19 વર્ષ બાદ તે દિવસ આવી ગયો છે, જ્યારે દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બુધવાર-ગુરૂવારની રાત્રે ગ્લોબલ ક્રિકેટ સટ્ટાબાજ સંજીવ ચાવલાને લઈને ભારત માટે ઉડાન ભરશે.
નવી દિલ્હીઃ ક્રિકેટ સટ્ટાબાજીમાં સામેલ થનારા ધુરંધરોના ચહેરા ઉઘાડા પડવાનો સમય સમાપ્ત થઈ ચુક્યો છે. આશરે 19 વર્ષ બાદ તે દિવસ આવી ગયો છે, જ્યારે દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બુધવાર-ગુરૂવારની રાત્રે ગ્લોબલ ક્રિકેટ સટ્ટાબાજ સંજીવ ચાવલાને લઈને ભારત માટે ઉડાન ભરશે.
ગુરૂવારે બપોરે આશરે 12 કલાકે સંજીવ ચાવલાના ભારત (નવી દિલ્હી ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ) પહોંચવામાં હવે કોઈ અડચણ બાકી રહી નથી. દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચના એક ઓફિસરે નામ જાહેર ન કરવાની શરતે આ પુષ્ટિ કરી છે.
આ ઓફિસર પ્રમાણે, 'છેલ્લા એક મહિનાની અંદર સંજીવ ચાવલાને પ્રત્યાર્પિત કરાવી ભારત લાવવાના પ્રયાસો હેઠળ દિલ્હી પોલીસ ક્રાઇમ શાખાની ટીમો ઘણીવાર લંડન પણ ગઈ છે. દર વખતે કોઈને કોઈ કાયદાકીય અડચણ આડે આવી રહી હતી. અંતે ભારત સરકાર અને દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની મહેનત અને ધીરજ રંગ લાવી. સંજીવ ચાવલાને દબોચી ભારત લાવવા માટે પાછલા રવિવારે દિલ્હી પોલીસ ક્રાઇમ શાખાના ડીસીપી ડો. જી. રામ ગોપાલ નાયકની ટીમે ભારતથી લંડન માટે ઉડાન ભરી હતી. ત્યારબાદ બે-ત્રણ દિવસ સુધી લંડનમાં કાગળ અને કાયદાકીય કાર્યવાહી ચાલતી રહી. બુધવારે બ્રિટન સરકારે સંજીવ ચાવલાને લાવવા માટે લીલી ઝંડી આપી દીધી છે.'
દિલ્હી પોવીસની ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો પ્રમાણે, 'ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ ડો. જી. રામગોપાલ નાયકની સાથે બે ઇન્સ્પેક્ટર પણ ગયા છે. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ત્રણેય પોલીસ અધિકારીઓની ટીમના હવાલે બુધવાર અને ગુરૂવારની રાત્રે સંજીવ ચાવલાને લંડન પોલીસ (સ્કોટલેન્ડ યાર્ડ) કરી દેશે.'
દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચના એક મોટા અધિકારીએ આ સમાચારની ખારતીમાં ત્યાં સુધી જણાવી દીધું કે 'સંજીવ ચાવલાને એર ઈન્ડિયાની કઈ ફ્લાઇટ નંબરથી ભારત (દિલ્હી) લાવવામાં આવીરહ્યો છે. ફ્લાઇટની ડિટેલ (લેન્ડિંગ ટાઇમ અને ફ્લાઇટ નંબર) સમાચાર એજન્સીને સુરક્ષાને કારણે આપ્યા નથી.'
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube