નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વકપ શરૂ થવામાં હવે માત્ર 8 દિવસનો સમય બાકી છે. મોટા ભાગની ટીમ ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે. વિરાટની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ પણ આજે લંડન માટે રવાના થઈ ગઈ છે. વિશ્વકપનો પ્રથમ મુકાબલો 30 મેએ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ પહેલા 24 મેથી 28 મે સુધી 10 પ્રેક્ટિસ મેચ રમાશે. આ તમામ 10 મુકાબલા ચાર ગ્રાઉન્ડ્સ ધ ઓવલ, રોજ બાઉલ, બ્રિસ્ટલ અને કાર્ડિફમાં રમાવાના છે. તમામ 10 મેચો ભારતીય સમયાનુસાર બપોરે 3 કલાકે શરૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


તાારીખ સમ (ભારતીય સમયાનુસાર) ટીમ-1 ટીમ-2 સ્થળ
24 મે બપોરે 3 કલાકથી પાકિસ્તાન અફગાનિસ્તાન બ્રિસ્ટલ
24 મે બપોરે 3 કલાકથી શ્રીલંકા દક્ષિણ આફ્રિકા કાર્ડિફ
25 મે બપોરે 3 કલાકથી ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા રોજ બાઉલ
25 મે બપોરે 3 કલાકથી ભારત ન્યૂઝીલેન્ડ ધ ઓવલ
26 મે બપોરે 3 કલાકથી દક્ષિણ આફ્રિકા વેસ્ટઈન્ડિઝ બ્રિસ્ટલ
26 મે બપોરે 3 કલાકથી પાાકિસ્તાન બાંગ્લાદેશ કાર્ડિફ
27 મે બપોરે 3 કલાકથી ઓસ્ટ્રેલિયા શ્રીલંકા રોજ બાઉલ
27 મે બપોરે 3 કલાકથી ઈંંગ્લેન્ડ અફગાાનિસ્તાન ધ ઓવલ
28 મે બપોરે 3 કલાકથી વેસ્ટઈન્ડિઝ ન્યૂઝીલેન્ડ બ્રિસ્ટલ
28 મે બપોરે 3 કલાકથી બાંગ્લાદેશ ભારત કાર્ડિફ

તમામ 10 ટીમોને બે-બે પ્રેક્ટિસ મેચ રમવાની તક મળશે. ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેણે 30 મેએ વિશ્વકપના ઉદ્ઘાટન મેચમાં રમવાનું છે, તે પોતાનો અંતિમ વોર્મ અપ મેચ ક્રમશઃ 26 અને 27 મેએ રમશે. 


આ પ્રેક્ટિસ મેચોને વનડેનો દરજ્જો આપવામાં આવશે નહીં. પ્રેક્ટિસ મેચોના માધ્યમથી ટીમને ઈંગ્લેન્ડની સ્થિતિને સમજવાની તક મળશે. ભારત બે પ્રેક્ટિસ મેચ ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વિરુદ્ધ રમશે. ભારત વિશ્વકપમાં પોતાના મિશનની શરૂઆત દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 5 જૂને રમીને કરશે. 


વાંચો વિશ્વકપના અન્ય સમાચાર