મને નિશાન બનાવવામાં આવ્યો, પરંતુ મેં ધર્મ પરિવર્તન ન કર્યું: દાનિશ કનેરિયા
પાકિસ્તાનના પ્રતિબંધિત ટેસ્ટ લેગ સ્પિનર દાનિશ કનેરિયાએ શુક્રવારે કહ્યું કે, જ્યારે તે રમતો હતો ત્યારે કેટલાક ખેલાડી હતા જે હિન્દુ હોવાને કારણે તેને નિશાન બનાવતા હતા પરંતુ તેણે ક્યારેય ધર્મ પરિવર્તન કરવાની જરૂરીયાત કે દબાવ અનુભવ્યો નથી.
કરાચીઃ પાકિસ્તાનના પ્રતિબંધિત ટેસ્ટ લેગ સ્પિનર દાનિશ કનેરિયાએ શુક્રવારે કહ્યું કે, જ્યારે તે રમતો હતો ત્યારે કેટલાક ખેલાડી હતા જે હિન્દુ હોવાને કારણે તેને નિશાન બનાવતા હતા પરંતુ તેણે ક્યારેય ધર્મ પરિવર્તન કરવાની જરૂરીયાત કે દબાવ અનુભવ્યો નથી. સ્પોટ ફિક્સિંગને કારણે આજીવન પ્રતિબંધનો સામનો કરી રહેલા લેગ સ્પિનર શોએબ અખ્તરના તે નિવેદન બાદ ચર્ચામાં આવ્યો છે, જેમાં આ ફાસ્ટ બોલરે આરોપ લગાવ્યો હતો કે કેટલાક પાકિસ્તાની ખેલાડી ધર્મને કારણે કનેરિયાની સાથે ભોજન કરવાનો પણ ઇનકાર કરતા હતા.
ભેદભાવ થયો, પણ મુદ્દો નથી બનાવ્યો
કનેરિયાએ શુક્રવારે 'સમાં' ચેનલને કહ્યું કે, કેટલાક ખેલાડી પીઠ પાછળ તેને લઈને ટિપ્પણી કરતા હતા. તેણે કહ્યું, 'મેં ક્યારેય તે વાતનો મુદ્દો બનાવ્યો નથી. મેં માત્ર તેને નજરઅંદાજ કર્યાં કારણ કે હું ક્રિકેટ પર અને પાકિસ્તાનને જીત અપાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવા ઈચ્છતો હતો.' કનેરિયાએ કહ્યું, 'મને હિન્દુ અને પાકિસ્તાની હોવા પર ગર્વ છે. હું તે સ્પષ્ટ કરવા ઈચ્છુ છું કે પાકિસ્તાનમાં અમારા ક્રિકેટ સમુદાયને નકારાત્મક રીતે રજૂ કરવાનો પ્રયત્ન ન કરો કારણ કે ઘણા એવા લોકો છે જેણે મારો પક્ષ લીધો અને મારા ધર્મ છતાં મારૂ સમર્થન કર્યું હતું.'
દબાવમાં યૂસુફે ધર્મ પરિવર્તન કર્યું?
કનેરિયાને જ્યારે પૂર્વ બેટ્સમેન યૂસુફ યોહાના (બાદમાં મોહમ્મદ યૂસુફ) વિશે પૂછવામાં આવ્યું જે ઈસાઈ હતો પરંતુ બાદમાં તેણે ઈસ્લામ ધર્મ અપનાવી લીધો હતો, તેણે કહ્યું કે, તે કોઈની વ્યક્તિગત પસંદ પર ટિપ્પણી કરવા ઈચ્છતો નથી. તેણે કહ્યું, 'મોહમ્મદ યૂસુફે જે કર્યું તે તેનો વ્યક્તિગત નિર્ણય હતો, મને ક્યારેય ધર્મ પરિવર્તનની જરૂરીયાત અનુભવાય નથી કારણ કે મારી તેમાં આસ્થા છે અને ક્યારેય મારા પર દબાવ પણ બનાવવામાં આવ્યો નથી.'
મારી સ્થિતિ ખરાબ છેઃ દાનિશ કનેરિયાએ પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાનને લખ્યો પત્ર
શોએબની વાત યોગ્ય છે
કનેરિયાએ અખ્તરનું નિવેદન આવ્યા બાદ ભેદભાવની વાત સ્વીકાર કરી હતી અને કહ્યું કે, તે નામનો ખુલાસો કરશે, પરંતુ હવે તેણે નરમ વલણ અપનાવ્યું છે. તેણે કહ્યું, 'શોએબ ભાઈએ જે કહ્યું, તેણે તે સાંભળ્યું હશે કે કોઈએ તેને જણાવ્યું હશે પરંતુ મેં સર્વોચ્ચ સ્તરે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું છે અને મને તેના પર ગર્વ છે. જ્યારે હું ક્રિકેટમાં આવ્યો તો હું શરૂઆતથી ટોચના સ્તર પર પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા ઈચ્છતો હતો અને મેં તે કર્યું હતું.'
નામનો ખુલાસો પોતાની યૂટ્યૂબ ચેનલ પર
કનેરિયાને જ્યારે તે ખેલાડીઓના નામ જણાવવા વિશે કહેવામાં આવ્યું, જેણે તેને નિશાન બનાવ્યા, તો તેણે કહ્યું કે, તે પોતાની યૂટ્યૂબ ચેનલ પર બાદમાં આ નામોનો ખુલાસો કરશે. તેણે કહ્યું, 'આ તેના માટે યોગ્ય સમય નથી. હું મારી ચેનલ પર આ સંબંધિત વાત કરીશ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube