નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન વિરુદ્ધ શુક્રવારે રમાયેલી મેચમાં પાકિસ્તાનના શોએબ મલિકે શાનદાર 51 રનની અણનમ ઈનિંગ રમીને રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. આ મેચ બાદ પૂર્વ પાકિસ્તાની દિગ્ગજ વસીમ અકરમે મલિકની તુલના મહેન્દ્ર સિંહ ધોની સાથે કરતા બેસ્ટ ફિનિશર ગણાવ્યો. પરંતુ ટ્વીટર પર તે માટે વસીમને નિશાન બનાવવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે શુક્રવારે પાકિસ્તાનની જીત બાદ અકરમે ટ્વીટ કર્યું, અનુભવનો કોઈ વિકલ્પ નથી, શોએબે ફરી સાબિત કરી દીધું. શું આ ધોની જેવું ફિનિશ હતું, જ્યારે મલિક બોલરોનો સામનો કરી રહ્યો હતો ત્યારે તેના ચહેરા પર કોઈ ભાવ ન હતો અને આ એક બોલરને હતાશ કરતો હતો. શાનદાર ઈનિંગ મલિક. આ ટ્વીટ બાદ શોએબ મલિકે વસીમ અકરમનો આભાર માન્યો પરંતુ પાકિસ્તાન ફેન્સે વસીમ અકરમને ખુબ ટ્રોલ કર્યો હતો. 




ટ્વીટર પર પાકિસ્તાની ફેન્સને વાંધો તે વાત પર હતો કે વસીમે પોઈપણ પાકિસ્તાની ખેલાડી સાથે મલિકની તુલના કેમ ન કરી. કેમ ભારતીય બેટ્સમેન ધોનીની પ્રશંસા કરી. આ માટે યૂઝર્સ તેને દેશદ્રોહી સુધી ગણાવવા પર આવી ગયા હતા. ત્યાં સુધી કે કેટલાક લોકો તે માટે ભારત અને ટીમ ઈન્ડિયાની પણ ટીકા કરવા લાગ્યા હતા. 




રોમાંચક મેચમાં જીત્યું હતું પાક
એશિયા કપમાં શુક્રવારે રમાયેલી સુપર-4ના બીજા મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને 3 વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 257 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 49.3 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. પાકિસ્તાન તરફથી શોએબ મલિક 51 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેને આ શાનદાર ઈનિંગ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.