નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું બેટ વધુ દિવસ સુધી શાંત રહી શકતું નથી. આ વાતને બધા જાણે છે. આ કારણ છે કે વિરાટ કોહલી આઈસીસીના વનડે અને ટેસ્ટ રેન્કિંગમાં લાંબા સમયથી નંબર વન બેટ્સમેન છે. વિશ્વ કપ 2019મા સતત 5 અડધી સદીને સદીમાં ફેરવતા ચુકેલ વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી વનડેમાં સદી ફટકારી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

11 વનડે ઈનિંગ બાદ વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી વનડે મેચમાં વિરાટ કોહલીએ 1255 બોલમાં 120 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીની આ ઈનિંગની બધા પ્રશંસા કરી રહ્યાં છે. વિરાટ કોહલીના વનડે કરિયરની 42મી સદી હતી. વિરાટ કોહલી હવે વિશ્વમાં સૌથી વધુ વનડે સદી ફટકારનાર સચિન તેંડુલકર બાદ બીજો ખેલાડી છે. 


ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની આ સદીને જોતા ટીમ ઈન્ડિયાના પૂર્વ ટેસ્ટ બેટ્સમેન વસીમ જાફરે તેને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી છે. વસીમ જાફરે જણાવ્યું કે, વિરાટ કોહલી વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય ટીમ માટે કેટલી સદી ફટકારી શકે છે. એક ટ્વીટમાં વસીમ જાફરે જણાવ્યું કે, વિરાટ કોહલી ટીમ ઈન્ડિયા માટે 75-80 સદી ફટકારી શકે છે. 



31 ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરી ચુકેલા વસીમ જાફરે પોતાના ટ્વીટમાં લખ્યું છે, '11 ઈનિંગ બાદ વિરાટ કોહલીની સાધારણ સેવા ફરી યથાવત થઈ ગઈ છે. વિરાટ કોહલીની વધુ એક આંતરરાષ્ટ્રીય સદી. મારુ અનુમાન છે કે કિંગ કોહલી વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે 75-820 સદી ફટકારશે.' રન મશીન કોહલી હજુ 4-5 વર્ષ સરળતાથી રમીને વસીમ જાફરની આ ભવિષ્યવાણીને સાચી સાબિત કરી શકે છે. 


મહત્વનું છે કે વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાથી માત્ર 8 સદી દૂર છે.