લીડ્સઃ ફુટબોલમાં ભલે ઘરેલૂ ટીમ કપ ન લાવી શકી પરંતુ ફીફા વિશ્વ કપ ગોલ્ડન બૂટ વિજેતા હેરી કેને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને શુભકામનાઓ આપી જે ક્રિકેટ વિશ્વ કપમાં યજમાન ટીમની પ્રથમ ટાઇટલની આશામાં ઈંગ્લેન્ડ ટીમ માટે સૌથી મોટુ વિઘ્ન બની શકે છે. ફુટબોલ વિશ્વ કપમાં પાછલા વર્ષે કેન 6 ગોલની સાથે ટોપ સ્કોરર રહ્યો હતો, જેણે ગોલ્ડન બૂટનો એવોર્ડ જીત્યો હતો અને ટીમ સેમિફાઇનલમાં પહોંચીને ચોથા સ્થાને રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડની યજમાનીમાં રમાઇ રહેલા આઈસીસી વિશ્વ કપમાં બંન્ને સિતારા એકબીજાને મળ્યા અને કેને કોહલીની વિરુદ્ધ બેટિંગ કરી અને પછી ભારતીય કેપ્ટને બોલિંગ પણ કરી હતી. 


કેને ટ્વીટ કર્યું, 'હાલમાં લોર્ડ્સમાં વિરાટ કોહલીની સાથે થોડો શાનદાર સમય પસાર કર્યો. જો તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ (સેમિફાઇનલમાં) રમે છે તો તે મેચને છોડીને તેને વિશ્વ કપમાં બાકી મેચો માટે શુભકામનાઓ.' ટોટેનહમ હોટ્સપુરના આ ફોરવર્ડે કહ્યું, વિરાટ શાનદાર ખેલાડી છે. દબાવ વાળી પરિસ્થિતિઓમાં તમે ક્યા પ્રકારના ખેલાડી છે, તેનાથી રમતનો ખ્યાલ આવી જાય છે. તે વારંવાર આવી સ્થિતિમાંથી પસાર થાય છે. 


World Cup 2019: પાકિસ્તાન બહાર, ન્યૂઝીલેન્ડ પહોંચ્યું સેમિફાઇનલમાં 

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કેનને સારો ક્રિકેટર ગણાવ્યો. ભારતીય સ્ટારે રમ્યા બાદ કહ્યું, તે ક્રિકેટમાં સારો છે, એટલો હું ફુટબોલમાં નથી.