એડિલેડઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને રમતનું કેટલું ઊંડુ જ્ઞાન છે. તે બે વખત વિશ્વ કપ ચેમ્પિયન કેપ્ટન છે. તેણે તે ટીમની આગેવાની કરી જેણે દુનિયાભરમાં વિજય મેળવ્યો હતો. પોન્ટિંગ રમતનું આકલન કેટલી સુંદર રીતે કરે છે તેનો એક નજારો ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે એડિલેડમાં રમાઈ રહેલ પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન જોવા મળ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોન્ટિંગે ભારતીય ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શોની સાથે ઘણા સમય પસાર કર્યો છો. પોન્ટિંગ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સની ટીમનો કોચ રહ્યો છે અને શો તે ટીમમાંથી રમે છે. પોન્ટિંગે શોના આઉટ થવાની ચોક્કસ ભવિષ્યવાણી કરી. 


જ્યારે ભારતીય ઈનિંગની શરૂઆત થઈ ત્યારે રિકી પોન્ટિંગ કોમેન્ટ્રી કરી રહ્યો હતો. પોન્ટિંગે ઉલ્લેખ કર્યો કે શો અંદર જતા બોલ પર પરેશાની અનુભવે છે. 


સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની ફાઈનલ મોટેરા સ્ટેડિયમમાં રમાય તેવી શક્યતા 


પોન્ટિંગે કહ્યુ, 'જો શોની બેટિંગમાં કોઈ કમી છે તો તે અંદર આવતો બોલ છે. હંમેશા તે પેડ અને બેટ વચ્ચે વધુ ગેપ છોડી દે છે. અહીં પર ઓસ્ટ્રેલિયન બોલર ટાર્ગેટ કરશે.'


શોના આઉટ થવાની વાત કરીએ તો ડાબા હાથના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કનો બોલ ગુડ લેંથ પર ટપ્પ પડ્યા બાદ અંદર આવ્યો. શોએ ફૂટવર્ક વગર બોલને ડ્રાઇવ કરવાનો પ્રયાસ કર્યો. બોલ બેટમાં વાગીને મિડલ સ્ટમ્પમાં અથડાયો. શો આઉટ થયા બાદ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો. લોકોએ તેના પર ખુબ નિશાન સાધ્યુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર