માનચેસ્ટરઃ રવિવારે માનચેસ્ટરમાં પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર સદી ફટકારનાર રોહિત શર્મા મેદાનની બહાર પણ પોતાના રંગમાં જોવા મળ્યો હતો. એક પાકિસ્તાની પત્રકારે જ્યારે તેને પૂછ્યું કે તે મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલી પાક ક્રિકેટ ટીમને શું સલાહ આપશે- તો રોહિતે મજાકમાં જવાબ આપ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિતે આ સવાલના જવાબમાં કહ્યું- 'જ્યારે પાકિસ્તાની ક્રિકેટ ટીમનો કોચ બનીશ ત્યારે જવાબ આપીશ.' રોહિતે આ વાત મેચ બાદ પત્રકાર પરિષદમાં કરી હતી. તેણે પાકિસ્તાન વિરુદ્ધ 140 રન ફટકાર્યા હતા. આ એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 24મી સદી હતી. આ વિશ્વકપમાં તેની બીજી સદી છે. 


ભારતે રોહિતની ઈનિંગની મદદથી 5 વિકેટ પર 336 રન બનાવ્યા હતા. વરસાદના વિઘ્નવાળી મેચમાં પાકિસ્તાની ટીમ 6 વિકેટ પર 212 રન બનાવી શકી હતી. DLS નિયમ અનુસાર ભારતે પાકિસ્તાનને 89 રને પરાજય આપીને મેચ જીતી લીધી હતી. 


World Cup 2019: હવે ઈંગ્લેન્ડને લાગ્યો ઝટકો, જેસન રોય બે મેચ માટે બહાર

વિશ્વકપમાં પાકિસ્તાની ટીમની ભારત વિરુદ્ધ આ સાતમી હાર હતી. ભારત પાકિસ્તાન વિરુદ્ધ વિશ્વકપમાં ક્યારેય હાર્યું નથી. પાંચ મેચોમાં ત્રણ હારી ચુકી છે. તે પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે. સેમીફાઇનલમાં સ્થાન મેળવવવા માટે તેણે પોતાની તમામ મેચ જીતવી પડશે.