નવી દિલ્હીઃ વિશ્વના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે પણ કોરોના વિરુદ્ધ લડવા માટે કમર કસી છે. સચિને આજે પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કરી લોકોને અપીલ કરી છે કે આ ઘાતક વાયરસને હરાવવા માટે દેશના તમામ લોકો પોત-પોતાની જવાબદારી નિભાવે અને જો ખુબ જરૂરી ન હોય તો મિત્રોને ન મળો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માસ્ટર બ્લાસ્ટરે 1 મિનિટ 21 સેકન્ડનો આ વીડિયો હિન્દીમાં પોસ્ટ કર્યો છે અને વીડિયોનું કેપ્શન પણ હિન્દીમાં લખ્યું છે. સચિને અહીં ઈન્ડિયા ફાઇટ્સ કોરોના હેશટેગનો ઉપયોગ કરતા ભારત સરકારના સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયને પણ ટેગ કર્યું છે. સચિને વીડિયો કેપ્શનમાં લખ્યું, 'એક નાગરિક તરીકે આપણી કેટલિક જવાબદારી છે. આપણે કેટલાક સરળ પગલાંનું પાલન કરી કોરોના વાયરસ (COVID- 19)ને દૂર રાખી શકીએ છીએ. હું તમને વિનંતી કરૂ છું કે પાયાની વાતોનો ખ્યાલ રાખો જેથી આપણે બધા સુરક્ષિત રહીએ.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર