VIDEO: વર્લ્ડ કપ ફાઈનલના તે 12 બોલ, જેણે પાર કરી નાખી રોમાંચની તમામ હદો
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનું વિશ્વ વિજેતા બનવાનું સપનું આખરે સાકાર થઈ જ ગયું. રવિવારે ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સ મેદાન પર ખુબ જ નાટકીય અંદાજમાં 44 વર્ષ બાદ ઈંગ્લેન્ડે વર્લ્ડ કપ જીતવામાં સફળતા મેળવી. ઇંગ્લેન્ડે આઈસીસી વર્લ્ડ કપ 2019ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં પછાડીને પહેલીવાર વર્લ્ડ કપ જીત્યો અને ઈતિહાસ રચ્યો.
લંડન: ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનું વિશ્વ વિજેતા બનવાનું સપનું આખરે સાકાર થઈ જ ગયું. રવિવારે ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સ મેદાન પર ખુબ જ નાટકીય અંદાજમાં 44 વર્ષ બાદ ઈંગ્લેન્ડે વર્લ્ડ કપ જીતવામાં સફળતા મેળવી. ઇંગ્લેન્ડે આઈસીસી વર્લ્ડ કપ 2019ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં પછાડીને પહેલીવાર વર્લ્ડ કપ જીત્યો અને ઈતિહાસ રચ્યો.
આ મેચ અનેક પ્રકારે ઐતિહાસિક રહી. ઈંગ્લેન્ડને જીતવા માટે ન્યૂઝીલેન્ડ પાસેથી 242 રનનો પડકાર મળ્યો હતો. પરંતુ બેન સ્ટોક્સની અણનમ 84 અને જોસ બટલરની 59 રનની ઈનિંગ બાદ પણ ઈંગ્લેન્ડ 50 ઓવરમાં 241 રન પર ઓલ આઉટ થઈ ગયું અને બંને ટીમોનો સ્કોર ટાઈ રહ્યો.
મેચ સુપર ઓવરમાં ગઈ અને વિશ્વ કપની આ પહેલી ફાઈનલ હતી જે સુપર ઓપરમાં પહોંચી. ત્યારથી મેચનો અસલ રોમાંચ અને નાટક શરૂ થયું. ઈંગ્લેન્ડે સુપર ઓવરમાં 15 રન કર્યાં અને કીવી ટીમ સામે 16 રનનો લક્ષ્યાંક રાખ્યો. સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડની ટીમ જીતતી જોવા મળી રહી હતી. તેને છેલ્લા બોલે 2 રનની જરૂર હતી પરંતુ એક રન બનાવતા સ્કોર બરાબર થયો. આવામાં ઈંગ્લેન્ડને આ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે વધુ ચોગ્ગા ફટકારવાના કારણે જીત મળી.
સુપર ઓવરના તે 12 બોલનો રોમાંચ... જાણો
1. ટ્રેન્ટ બોલ્ટે ફૂલ લેન્થ બોલ ફેંક્યો, જેના પર બેન સ્ટોક્સે 3 રન બનાવ્યાં.
2. ટ્રેન્ટ બોલ્ટની બીજા બોલ પર જોન્સ બટલરે એક રન લઈને સ્ટોક્સને સ્ટ્રાઈક આપી.
3. બોલ્ટના ત્રીજા બોલ પર સ્ટોક્સે શાનદાર 4 રન કર્યાં.
4. ચોથા બોલ પર સ્ટોક્સે એક રન બનાવ્યો.
5. પાંચમા બોલ પર બટલરે 2 રન કર્યાં.
6. ટ્રેન્ટ બોલ્ટની સુપર ઓવરના છેલ્લા બોલ પર બટલરે શાનદાર 4 રન કર્યાં.
આ પ્રકારે બટલર અને સ્ટોક્સની જોડીએ સુપર ઓવરમાં 15 રન કર્યાં.
મેચના હાઈલાઈટ્સ જોવા માટે જુઓ વીડિયો...
ન્યૂઝીલેન્ડની સુપર ઓવર
1. જોફ્રા આર્ચરે પહેલો બોલ વાઈડ ફેંક્યો. જેનાથી ન્યૂઝીલેન્ડને એક રન મળ્યો.
1. જોફ્રા આર્ચરના પહેલા બોલ પર જીમી નીશમે 2 રન કર્યાં.
2. જોફ્રાના બીજા બોલ પર નીશમે 6 રન કર્યાં જેનાથી ન્યૂઝીલેન્ડ ઉત્સાહમાં આવ્યું.
3. જોફ્રાના ત્રીજા બોલ પર નીશમે 2 રન કર્યાં. આ દરમિયાન માર્ટિન ગુપ્ટિલે થ્રો કર્યો જે જેસન રોયના શરીરને લાગીને બાઉન્ડ્રી પાર ગયો. તેનાથી ન્યૂઝીનેલન્ડને આ બોલ પર 6 રન મળી ગયાં. આ પ્રકારે ન્યૂઝીલેન્ડનો સ્કોર 11 રન કોઈ પણ નુક્સાન વગર થયો.
4. જોફ્રાના છેલ્લા બોલ પર નીશમે ફરીથી દોડીને 2 રન કર્યાં.
5. પાંચમા બોલ પર નીશમ ફરીથી એક રન લેવામાં સફળ રહ્યો.
6. સુપર ઓવરના છેલ્લા બોલ પર ન્યૂઝીલેન્ડને જીત માટે 2 રન બનાવવાના હતાં. પરંતુ જોફ્રા આર્ચરના બોલ પર માર્ટિન ગુપ્ટિલ એક રન બનાવીને આઉટ થઈ ગયો. આ રન આઉટ જેસન રોય અને બટલરે મળીને કર્યો. આ પ્રકારે ન્યૂઝીલેન્ડનો સ્કોર પણ 15 રને અટકી ગયો.
આવામાં ઈંગ્લેન્ડને આ મેચમાં ન્યૂઝીલેન્ડ કરતા વધુ બાઉન્ડ્રીઝ ફટકારવાના કારણે જીત મળી.