નવી દિલ્હીઃ શ્રીલંકન ક્રિકેટ ટીમનો અનુભવી ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુસ (Angelo Mathews) મુશ્કેલીમાં મુકાઈ શકે છે. બાંગ્લાદેશ સામે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની 38મી મેચમાં મેથ્યુસ સમય આઉટ થયા બાદ પેવેલિયન પરત ફર્યો હતો. મતલબ કે મેથ્યુસ એકપણ બોલ રમ્યા વગર આઉટ થઈ ગયો હતો. આઉટ થયા બાદ મેથ્યુઝે હેલ્મેટ પર પોતાનો ગુસ્સો કાઢ્યો હતો. પેવેલિયન પરત ફરતી વખતે મેથ્યુસે હેલ્મેટ જમીન પર ફેંકી દીધું હતું. મેથ્યૂસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઇ બેટ્સમેનને ટાઇમ આઉટ આપવામાં આવ્યો હોય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એન્જેલો મેથ્યુસ જેવો ક્રીઝ પર પહોંચ્યા અને હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું કે તરત જ તેનો પટ્ટો તૂટી ગયો. તેણે ડ્રેસિંગ રૂમમાંથી બીજું હેલ્મેટ લાવવાનો ઈશારો કર્યો પણ તેમાં બે મિનિટથી વધુ સમય લાગ્યો. આ દરમિયાન બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને મેથ્યુસ સામે ટાઈમ આઉટની અપીલ કરી હતી અને અમ્પાયર મારાઈસ ઈરાસ્મસે તેને આઉટ જાહેર કર્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પહેલો પ્રસંગ હતો જ્યારે બીજો બેટ્સમેન આગલો બોલ ફેંકતા પહેલા આઉટ થયો હતો.


World Cup 2023: ગંભીર બીમારીની ઝપેટમાં આવ્યો આ સ્ટાર ખેલાડી, ખુદ કર્યો ખુલાસો


ચરિત અસલંકાએ સદીની ઇનિંગ રમી હતી
ચરિથ અસલંકાની લડાયક સદી છતાં શ્રીલંકા 279 રનમાં સમેટાઈ ગયું હતું. તેની બીજી સદી દરમિયાન અસલંકાએ 105 બોલમાં પાંચ છગ્ગા અને છ ચોગ્ગાની મદદથી 108 રન બનાવ્યા હતા. તેણે ધનંજય ડી સિલ્વા (34) સાથે છઠ્ઠી વિકેટ માટે 78 રન અને સાદિરા સમરવિક્રમ (41) સાથે ચોથી વિકેટ માટે 63 રન જોડ્યા હતા, પરંતુ તેમ છતાં ટીમ 49.3 ઓવરમાં આઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ માટે ફાસ્ટ બોલર તન્ઝીમ હસન સૌથી સફળ બોલર રહ્યો, જેણે 80 રનમાં 3 વિકેટ લીધી. શરીફુલ ઈસ્લામ (52/2) અને કેપ્ટન શાકિબ અલ હસને (57/2) બે-બે વિકેટ લીધી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube