પુણેઃ હાર્દિક પંડ્યાના મોટા ભાઈ ક્રુણાલ પંડ્યા  (Krunal Pandya) એ ઈંગ્લેન્ડ વિરુદ્દ પ્રથમ વનડેમાં ધમાકેદાર અડધી સદી ફટકારતા ડ્રીમ ડેબ્યુ કર્યું છે. તેણે માત્ર 26 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. આ સાથે તેણે પર્દાપણ વનડેમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. તો 7 કે તેથી નીચે રમતા પર્દાપણ મેચમાં 50થી વધુનો સ્કોર બનાવનાર ત્રીજો ભારતીય બની ગયો છે. 


આ પહેલા સબા કરીમ અને રવિન્દ્ર જાડેજાએ આ કમાલ કર્યો હતો. સબાએ આફ્રિકા વિરુદ્ધ 1997માં 55 અને જાડેજાએ શ્રીલંકા વિરુદ્ધ 2009માં અણનમ 60 રનની ઈનિંગ રમી હતી. બીજીતરફ ક્રુણાલે 31 બોલની ઈનિંગમાં 7 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 58 રન બનાવ્યા. જ્યારે તે પેવેલિયન પરત ફર્યો તો એટલો ભાવુક થઈ ગયો કે કંઈ બોલી શક્યો નહીં. તેની આંખમાં આંસુ આવી ગયા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube