લંડનઃ ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગનનું માનવું છે કે પોતાની 'બેટિંગ રણનીતિ' પર ટકી ન રહેવાને કારણે તેણે વિશ્વકપમાં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સતત બે મેચોમાં હારનો સામનો કરવો પડ્યો જેથી ટૂર્નામેન્ટ પૂર્વ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહેલી ટીમ માટે સેમિફાઇનલમાં સ્થાન મેળવવું મુશ્કેલ થઈ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડની ટીમે આ પહેલા પોતાની ધરતી પર 2015થી સતત બે મેચ ગુમાવી નથી. ટીમ તેમ છતાં હેડિંગ્લેમાં શ્રીલંકા વિરુદ્ધ 233 રનના લક્ષ્યને હાસિલ કરવામાં નિષ્ફળ રહી જ્યારે લોર્ડ્સમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેણે 64 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 


ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા કેપ્ટન એરોન ફિન્ચ (100)ની સદીની મદદથી 7 વિકેટ પર 285 રન બનાવ્યા હતા. ડાબા હાથના ફાસ્ટ બોલર બેહરેનડોર્ફ અને મિશેલ સ્ટાર્કે ત્યારબાદ મળીને 9 વિકેટ ઝડપી જેથી ઈંગ્લેન્ડની ટીમ 221 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. 


ઈંગ્લેન્ડના કેપ્ટન મોર્ગને મંગળવારે અહીં ટીમની હાર બાદ કહ્યું, 'આ મેચ અને છેલ્લી મેચમાં, અમે અમારી બેટિંગ રણનીતિના મૂળ પાસાને લઈને સંઘર્ષ કરવો પડ્યો.'

વર્લ્ડકપઃ સેમિમાં પહોંચ્યા છતાં સ્ટાર્કે કહ્યું, કોઈપણ સ્થિતિને હળવાશથી ન લઈ શકીએ 


તેણે કહ્યું, મજબૂત ઈરાદા, ભાગીદારી કરવી અને વસ્તુને આપણી રીતે અંજામ આપવો- અમે આ વસ્તુને લાંબા સમય સુધી ન કરી શક્યા જેથી 230 કે 280 રનનો લક્ષ્ય હાસિલ ન કરી શકવો નિરાશાજનક છે. 


સ્ટાર્ક અને બેહરેનડોર્ફે ઈંગ્લેન્ડના ટોપ ક્રમને ધ્વસ્ત કર્યો જ્યારે આ પહેલા ઘરેલૂ ટીમના ફાસ્ટ બોલરો મદદરૂપ પિચ પર યોગ્ય લેંથથી બોલિંગ કરવામાં ફેલ રહ્યાં હતા. 

ઓસ્ટ્રેલિયા સામે હાર છતાં ઈંગ્લેન્ડને વિશ્વાસ, સ્ટોક્સ બોલ્યો 'આ અમારો વિશ્વકપ'

મોર્ગને કહ્યું, 'શરૂઆતમાં તેણે સારી બોલિંગ કરી. 20 રન પર ત્રણ વિકેટ ગુમાવવાથી મુશ્કેલી વધી જાય છે, ખાસ કરીને 280 રનના લક્ષ્યનો પીછો કરતા હોવ. મને લાગે છે કે તેણે સારી બોલિંગ કરી. અમે રવિવારે ભારત વિરુદ્ધ સારા પ્રદર્શનનો પ્રયત્ન કરીશું.'