બેંગલુરૂઃ ભારતીય ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યાએ મંગળવારે ભાર આપતા કહ્યું કે, ટી20 સિરીઝની પ્રથમ મેચ ગુમાવ્યા બાદ ભારતીય ટીમે લય ગુમાવી નથી અને વિઝાગ (વિશાખાપટ્ટનમ)માં 126 રનના સ્કોરનો બચાવ કરવામાં લગભગ સફળ રહેવાથી ટીમનું મનોબળ વધ્યું છે. આ મેચમાં ક્રુણાલ સર્વશ્રેષ્ઠ સ્પિનર રહ્યો, જ્યારે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરતા શાનદાર પ્રદર્શન કર્યું અને મેચ અંતિમ ઓવર સુધી પહોંચાડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધવારે અહીં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનાચી બીજી અને અંતિમ ટી20 મેચ પૂર્વ ક્રુણાલે કહ્યું, આ શાનદાર બોલિંગ પ્રયાસ હતો. તમામે યોગદાન આપ્યું અને અમે ઓછો સ્કોરનો લગભગ બચાવ કરી લીધો હતો. આ 27 વર્ષના ઓલરાઉન્ડરે કહ્યું, આવતીકાલે (બુધવારે) મહત્વપૂર્ણ મેચ છે અને અમે 0-1થી પાછળ છીએ પરંતુ અમે લય ગુમાવી નથી. અમે તે રાતે હારી ગયા હતા પરંતુ અમે સતત બે મેચ ગુમાવીશું નહીં. મને વિશ્વાસ છે કે, અમે શાનદાર પ્રદર્શન કરીશું. 


નવેમ્બરમાં પર્દાપણ કર્યા બાદથી ક્રુણાલ નિયમિત રૂપથી ભારતની ટી20 ટીમની અંતિમ ઇલેવનમાં જગ્યા મળતી રહે છે. ક્રુણાલે 10 મેચોમાં 30ની એવરેજથી 11 વિકેટ ઝડપી છે અને આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડનીમાં 36 રન આપીને 4 વિકેટ રહ્યું છે. તેણે 10 મેચોમાં 5 વખત બેટિંગ કરી અને 23.33ની એવરેજથી 70 રન બનાવ્યા છે. 


તે પૂછવા પર શું તે ગત મેચમાં 7માં નંબરની તુલનામાં સારા ક્રમ પર બેટિંગ કરવા ઈચ્છશે, તો ક્રુણાલે કહ્યું, ઈમાનદારીથી કહું તો હું તે વિશે વિચારતો નથી કે મને ક્યા નંબર પર બેટિંગ કરવી જોઈએ. મારૂ ધ્યાન માત્ર તેના પર છે, જે મારા હાથમાં છે, પછી સ્થિતિ ગમે તે હોય. હું બેટ અને બોલ બંન્નેથી યોગદાન આપવા ઈચ્છું છું. 


ક્રુણાલે કહ્યું કે, વિઝાગમાં માત્ર પાંચ નિષ્ણાંત બોલરોની સાથે ઉતર્યું હતું અને તેવામાં ટીમમાં કોઈ કામચલાઉ બોલર હશે તો સારૂ રહેશે. તેણે કહ્યું, જે પાંચ બોલર રમ્યા તે સારા સ્તરના બોલર હતો. પોતાનો દિવસ હોય ત્યારે તે બધા મેચ વિજેતા છે. જો તમારી પાસે વિકલ્પ છે તો તે સારૂ છે પરંતુ અમે જે સંયોજન સાથે ઉતર્યા તેનાથી અમે ખુશ છીએ.