લંડનઃ કોમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગને બહાર કરાતા ભારતના વિરોધ પર બ્રિટિશ સરકારે કહ્યું કે, તે ઈચ્છે છે કે બર્મિંઘમમાં 2022મા રમાનારી ગેમ્સમાં ભારતીય દળ ભાગ લે. બ્રિટનના ખેલ પ્રધાન નાઇજેલ એડમ્સે કહ્યું કે, કોમનવેલ્થમાં ઘણા મહત્વના દેશઓ છે અને તેણે કોમનવેલ્થ ગેમ્સ મહાસંઘ (સીજીએફ)ને આ મામલાનો હલ કાઢવા માટે લખ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું, 'તેમાં કોઈ સવાલ નથી કે અમે ઈચ્છીએ છીએ કે ભારત અહીં હાજર રહે.' તેમણે કહ્યું, 'અમને ખ્યાલ છે કે કોમનવેલ્થ દેશોમાં શૂટિંગને લઈને લોકો કેટલા જનૂની છે. હું આ મામલામાં સીજીએફને લખીને કહી ચુક્યો છું કે શું અમે કોઈ અન્ય રીતે શૂટિંગનો સમાવેશ કરી શકીએ, લગભગ કોમનવેલ્થ શૂટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરીને.'

IND vs WI: કરિયરની અંતિમ વનડેમાં છવાયો ગેલ, ફટકારી અડધી સદી 


આ પહેલા ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)એ શૂટિંગને રાષ્ટ્ર મંડળ ગેમ્સમાથી હટાવવાને કારણે બર્મિંઘમમાં 2022મા યોજાનારી ઓલિમ્પિક ગેમ્સનો બહિષ્કાર કરવાનો પ્રસ્તાવ રાખ્યો અને તેના પર સરકારની મંજૂરી માગી છે.