નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ કહ્યું કે, તે આઈપીએલ સંચાલનમાં હસ્તક્ષેપ નહીં કરી  તેની જગ્યાએ વિશ્વ સંસ્થાની યોજના વિશ્વભરની લીગ માટે નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં ભારતીય ડોમેસ્ટિક લીગનો ઉપયોગ માપદંડ તરીકે કરવાનો છે. આીસીસીના મુખ્ય કાર્યકારી ડેવિડ રિચર્ડસને એક નિવેદનમાં કહ્યું ,ભારતીય મીડિયામાં રિપોર્ટ આવ્યો કે આઈસીસી આઈપીએલમાં હસ્તક્ષેપ કરવા કે તેને સંચાલિત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, જે યોગ્ય નથી. આવી કોઈ વાત નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સમાચાર પત્રના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આઈપીએલના નીતિગત મામલામાં આઈસીસી પણ પોતાની વાત રાખવા ઈચ્છે છે, જેને લીગ પર નિયંત્રણનો પ્રયાસ માનવામાં આવ્યો. તેમણે કહ્યું, કાર્યકારી અધિકારીઓની સમિતિ અને આઈસીસી બોર્ડને ગત દિવસોમાં સલાહ આપવામાં આવી કે રમતને આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક સ્તર પર લાંબા સમયથી યથાવત રાખવા અને ખ્યાતીને જાળવવા માટે કાર્યકારી સમુહની આગેવાનીમાં નિયમાવતી તૈયાર કરવામાં આવે. 


રિચર્ડસને આઈપીએલના સફળ આયોજનની પ્રશંસા કરતા કહ્યું કે, તેનું માળખુ અનુકરણીય છે. તેમણે કહ્યું, અમે ભાગ્યશાળી છીએ કે અત્યારે આઈપીએલ સહિત બેજોડ ટી20 લીગ ચાલી રહી છે, જેણે વિશ્વ સ્તર પર સંચાલન માટે માપદંડ નક્કી કર્યા છે અને આ કાર્યકારી સમૂહ જ્યારે નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કરશે તો તે આ માપદંડો પર નજર કરશે. 


તેણે કહ્યું, અમારો પ્રાથમિક ઉદ્દેશ તે નક્કી કરવાનો છે કે વિશ્વભરમાં અમારી અન્ય લીગ આ પ્રકારના ન્યૂનતમ માપદંડોનું પાલન કરે અને એક નિશ્ચિત રૂપરેખા અંતર્ગત કામ કરે. રિચર્ડસને કહ્યું, કાર્યકારી સમૂહ આગામી મહિનોમાં િયમાવતી તૈયાર કરવાનું ચાલું રાખશે.