ટોકિયો: ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) ને કોઈ ખેલને ઓલિમ્પિક પ્રોગ્રામમાંથી હટાવવાના વધુ અધિકાર મળેલા છે. આવામાં જે ખેલોમાં નિયમોનો સૌથી વધુ ભંગ થશે તેને 2021ના પેરિસ ઓલિમ્પિક  (Paris Olympics 2024) માંથી હટાવવામાં આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોટિંગ દ્વારા IOC ને મળ્યા અધિકાર
આ મુદ્દે વેઈટલિફ્ટિંગ (Weightlifting) અને બોક્સિંગના ટોપના અધિકારીઓ સાથે લાંબા સમયથી જોડાયેલા મુદ્દાઓને જોતા IOC ના સભ્યોએ મતદાન કરીને ખેલોની સર્વોચ્ચ સંસ્થાને આ અધિકાર આપ્યા છે. 


નિયમો તોડશે તો મળશે સજા
જો કોઈ પણ ખેલમાં IOC ના કાર્યકારી બોર્ડના નિર્ણયોનું પાલન નહીં થાય અથવા તો એવું કોઈ કામ થાય કે જેનાથી આલિમ્પિક આંદોલનની છબી ખરડાય તો આઈઓસી તેને ઓલિમ્પિક કાર્યક્રમમાંથી હટાવી શકે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube