લંડનઃ સામાન્ય રીતે એક ક્રિકેટર વધુમાં વધુ 35 કે 40 વર્ષ સુધી વ્યવસાયિક ક્રિકેટ રમે છે, જ્યારે ફાસ્ટ બોલરનું કરિયર વધુ નાનું હોય છે, પરંતુ એક ક્રિકેટરની સાથે તેમ નથી. વેસ્ટ ઈન્ડિઝના 85 વર્ષીય ફાસ્ટ બોલર સેસિલ રાઇટે ઉંમરને માત આપતા હવે ક્રિકેટમાંથી નિવૃતી લેવાનું મન બનાવી લીધું છે. રાઇટે જણાવ્યું કે, તે આગામી બે સપ્તાહમાં નિવૃતી લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેરી સોબર્સ, વેસ હોલ, રિચર્ડ્સની સાથે રમ્યા
રાઇટે જમૈકા માટે ગેરી સોબર્સ અને વેસ હોલ જેવા દિગ્ગજો વિરુદ્ધ એક પ્રથમ શ્રેણીની મેચ રમી છે. બારબાડોસ વિરુદ્ધ આ મુકાબલો 1958મા રમ્યો હતો. રાઇટ ત્યારબાદ 1959મા ઈંગ્લેન્ડ ચાલ્યા ગયા અને તેમણે સેન્ટ્રલ લંકાસર લીગમાં ક્રોમપ્ટોન માટે વ્યાવસાયિક ક્રિકેટર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે ત્યાં વસવાનો નિર્ણય લીધો હતો. રાઇટ વિવિયન રિચર્ડ્સ અને જોએલ ગાર્નર જેવા દિગ્ગજોની સાથે પણ રમ્યા છે.


60 વર્ષનું કરિયર, 7 હજાર વિકેટ
તેમને જે વાત સૌથી અલગ બનાવે છે તે છે 60 વર્ષનું તેમનું ક્રિકેટ કરિયર, જેમાં તેમણે 7000થી વધુ વિકેટ ઝડપી છે. રાઇટે હવે આ રમતને અલવિદા કહેવાનું મન બનાવી લીધું છે. રાઇટે કહ્યું, 'ખરેખર મને ખ્યાલ હોત કે મારૂ કરિયર આટલું લાંબુ ચાલ્યું, હું તમને તેનો જવાબ ન આપી શકું.'


રાઇટે પોતાની ફિટનેસનો શ્રેય લંકાશરના પારંપારિક ભોજનને આપ્યો હતો. તેમણે કહ્યું, 'ઈમાનદારીથી કહું તો હું ગમે તે ખાઈ લવ છું પરંતુ હું શરાબનું વધુ સેવન કરતો નથી, ક્યારેક બીયર લઉ છું.'


ટીવી જોવાનું પસંદ નથી
રાઇટે કહ્યું, 'હું મારી ફિટનેસ તે માટે પણ જાળવી શક્યો, કારણ કે મેં ક્યારેય મારી ઉંમરનું બહાનું બનાવ્યું નથી. મેં અનુભવ કર્યો કે ખુદને સક્રિય રાખવાની દર્દથી રાહત મળે છે. મને ટીવી જોવાનું પસંદ નથી, જેની જગ્યાએ ફરવાનું પસંદ કરુ છું. રાઇટ 7 સપ્ટેમ્બરે પોતાની અંતિમ મેચ રમશે. તેઓ પેન્નિને લીગમાં અપરમિલ માટે સ્પ્રિંગહેડ વિરુદ્ધ મેદાનમાં ઉતરશે.'


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર