Ind vs WI 2nd test: વેસ્ટ ઈન્ડિઝ 117 રન બનાવી ઓલઆઉટ, ભારતે ફોલોઓન ટાળ્યું
ટીમ ઈન્ડિયાના પ્રથમ ઈનિંગના આધાર પર 299 રનની લીડ મળી છે. આ પહેલા પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ 418 રન બનાવ્યા હતા.
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચોની ટેસ્ટ સિરીઝનો પ્રથમ મુકાબલો જમૈકામાં ચાલી રહ્યો છે. આ મેચની પ્રથમ ઈનિંગમાં ભારતીય બોલરોની સામે વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો નિઃસહાય જોવા મળ્યા અને ટીમ માત્ર 117 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાના પ્રથમ ઈનિંગના આધાર પર 299 રનની લીડ મળી છે. આ પહેલા પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ 416 રન બનાવ્યા હતા.
વિન્ડીઝની પ્રથમ ઈનિંગ, ભારતીય બોલરોને જલવો
પ્રથમ ઈનિંગમાં વિન્ડીઝની શરૂઆત ખરાબ રહી અને ટીમના ઓપનિંગ બેટ્સમેન જોન કેમ્પબેલને જસપ્રીત બુમરાહે માત્ર બે રન પર આઉટ કરી દીધો હતો. કેમ્પબેલનો કેચ રિષભ પંતે ઝડપ્યો હતો. જસપ્રીત બુમરાહે ડેરેન બ્રાવોને 4 રન પર, બ્રુક્સને શૂન્ય પર અને રોસ્ટન ચેઝને શૂન્ય પર આઉટ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી હતી. આ જસપ્રીત બુમરાહની ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ હેટ્રિક હતી. બુમરાહે પોતાનો પાંચમો શિકાર ક્રેગ બ્રેથવેટને બનાવ્યો હતો. બુમરાહે તેને 10 રનના સ્કોર પર વિકેટની પાછળ રિષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝને છઠ્ઠો ઝટકો શમીએ આપ્યો હતો. તેણે હેટમાયર (34)ને બોલ્ડ કર્યો હતો.
બુમરાહે વિન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડરને આઉટ કરીને પોતાની છઠ્ઠી વિકેટ ઝડપી હતી. ત્યારબાદ શમીએ કર્નવાલ (14)ને રહાણેના હાથે કેચઆઉટ કરાવીને ભારતને આઠમી સફળતા અપાવી હતી. ઈશાંક શર્માએ હેમિલ્ટન (5)ની વિકેટ ઝડપી હતી. જાડેજાએ કેમેરા રોચ (17)ને આઉટ કરીને વિન્ડીઝની ઈનિંગનો અંત કર્યો હતો.
ભારતની પ્રથમ ઈનિંગમાં જસપ્રીત બુમરાહે છ વિકેટ, શમીએ બે જ્યારે ઈશાંત શર્મા અને રવીન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ ઝડપી હતી.
Video: દક્ષિણ આફ્રિકા સિરીઝ પહેલા જિમમાં તૈયારી કરી રહ્યો છે હાર્દિક પંડ્યા
ભારતની ઈનિંગ, વિહારીએ ફટકારી સદી
બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ભારતીય ઓપનર લોકેશ રાહુલ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. તે માત્ર 13 રન બનાવી આઉટ થયો હતો. ચેતેશ્વર પૂજારા પણ છ રન બનાવી રહકીમ કાર્નવાલનો શિકાર બન્યો હતો. મયંક અગ્રવાલે 127 બોલનો સામનો કરતા 55 રન ફટકાર્યા હતા. તેને જેસન હોલ્ડરે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો.
પ્રથમ ટેસ્ટની બંન્ને ઈનિંગમાં શાનદાર બેટિંગ કરતા અંજ્કિય રહાણે બીજી ઈનિંગમાં માત્ર 24 રન બનાવી આઉટ થયો હતો. તે કેમાર રોચનો શિકાર બન્યો હતો. કેપ્ટન વિરાટ કોહલી 163 બોલમાં 76 રન બનાવી આઉટ થયો હતો. તેને જેસન હોલ્ડરે હેમિલ્ટનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. રવીન્દ્ર જાડેજાને કાર્નવાલે 16 રનના સ્કોર પર ડેરેન બ્રાવોના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ઈશાંત શર્માએ આ મેચમાં પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ અડધી સદી ફટકારતા 80 બોલમાં 57 રનનું યોગદાન આપ્યું હતું.
હનુમા વિહારીએ 225 બોલનો સામનો કરતા 111 રન બનાવ્યા હતા. તેને જેસન હોલ્ડરે આઉટ કર્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં આ હોલ્ડરની 100મી વિકેટ હતી. શમી શૂન્ય પર આઉટ થયો હતો.
પ્રથમ ઈનિંગમાં વિન્ડીઝ તરફથી જેસન હોલ્ડરે 5 વિકેટ, રકીમ કાર્નવાલે ત્રણ વિકેટ, જ્યારે કેમાર રોચ અને બ્રેથવેટે એક-એક વિકેટ ઝડપી હતી.