IND vs WI: ભારત સામે રમાનારી ટી20 સિરીઝ માટે વિન્ડીઝ ટીમ જાહેર, જાણો કોને મળી તક
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ સીમિત ઓવરોની સિરીઝ માટે ભારતના પ્રવાસે આવવાની છે. ભારત અને વિન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વનડે અને ત્રણ મેચોની ટી20 સિરીઝ રમાવાની છે.
નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતના પ્રવાસે આવવાની છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની વનડે અને ટી20 સિરીઝ રમાવાની છે. 6 ફેબ્રુઆરીથી અમદાવાદમાં ત્રણ મેચોની વનડે સિરીઝ શરૂ થશે ત્યારબાદ ત્રણ ટી20 મેચ કોલકત્તાના ઈડન ગાર્ડનમાં રમાશે. આ ટી20 સિરીઝ માટે વિન્ડીઝ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે ભારતના પ્રવાસ માટે વનડે સિરીઝની ટીમ પહેલાં જ જાહેર કરી દીધી હતી. ત્રણ મેચોની ટી20 સિરીઝ ઈડન ગાર્ડનમાં રમાશે. ક્રિકઇન્ફોના રિપોર્ટ પ્રમાણે આ ટી20 સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝ ટીમના પસંદગીકારોએ કુલ 16 ખેલાડીને પસંદ કર્યા છે, જેમાંથી એક મોટો હિટર સામેલ છે.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ પ્રકારે છે
કિરોન પોલાર્ડ (કેપ્ટન), નિકોલસ પૂરન, ફેબિએન એલન, ડેરેન બ્રાવો, રોસ્ટન ચેઝ, શેલ્ડન કોટ્રેલ, ડોમિનિક ડ્રેક્સ, જેસન હોલ્ડર, શાઈ હોપ, અકીલ હુસૈન, બ્રેન્ડન કિંગસ, રોવમૈન પોવેલ, રોમારિયો શેફર્ડ, ઓડિએન સ્મિથ, કાઇલ મેયર્સ અને હેડેન વોલ્શ જૂનિયર.
આ પણ વાંચોઃ U19 World Cup: બાંગ્લાદેશને હરાવી સેમિફાઇનલમાં ટીમ ઈન્ડિયા, હવે ઓસ્ટ્રેલિયા સામે થશે ટક્કર
આ પહેલાં વનડે આંતરરાષ્ટ્રીય સિરીઝ માટે પસંદ કરાયેલી ટીમમાં 15 ખેલાડી સામેલ હતા. વનડે અને ટી20 સિરીઝમાં મોટાભાગના એજ ખેલાડી સામેલ છે. કેટલાક ખેલાડી માત્ર ટી20 સિરીઝનો ભાગ છે જે વનડે રમશે નહીં.
વનડે ટીમ આ પ્રકારે છે
કિરોન પોલાર્ડ (કેપ્ટન), કીમર રોચ, નક્રુમાહ બોનર, બ્રેન્ડન કિંગ, ફેબિયન એલન, ડેરેન બ્રાવો, શામરાહ બ્રુક્સ, જેસન હોલ્ડર, શાઈ હોપ, અકીલ હુસૈન, અલઝારી જોસેફ, નિકોલસ પૂરન, રોમારિયો શેફર્ડ, ઓડિયન સ્મિથ, હેડન વોલ્શ જૂનિયર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube