ENGvsWI: ઈંગ્લેન્ડે મેળવી કુલ 142 રનની લીડ
ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટમાં 142 રનની લીડ મેળવી લીધી છે. બીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં ઈંગ્લેન્ડે વિના વિકેટે 19 રન બનાવી લીધા છે.
સેન્ટ લૂસિયાઃ માર્ક વુડ અને મોઇન અલીની શાનદાર બોલિંગની મદદથી ઈંગ્લેન્ડે ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં રવિવારે 142 રનની લીડ મેળવી લીધી છે. બીજા દિવસની રમત સમાપ્ત થઈ ત્યાં સુધી યજમાન ટીમે પોતાની બીજી ઈનિંગમાં વિના વિકેટે 19 રન બનાવી લીધા છે. ઓપનિંગ બેટ્સમેન રોરી બર્ન્સ 10 અને કીટન જેનિંગ્સ 8 રન બનાવી અણનમ છે.
આ પહેલા ઈંગ્લેન્ડે પોતાની પ્રથમ ઈનિંગમાં શનિવારના સ્કોર 4 વિકેટ પર 231 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ શાનદાર બોલિંક કરી અને મહેમાન ટીમને 277 રન પર ઓલઆઉટ કરી દીધી હતી. ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સે સૌથી વધુ 79 રન બનાવ્યા જ્યારે જોસ બટલરે 67 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેમાર રોચે 4 જ્યારે કીમો પોલ, શેનાન ગેબ્રિયલ અને અલ્જારી જોસેફને 2-2 સફળતા મળી હતી.
World Cup 2019: રિષભ પંતે વધારી સિલેક્ટરોની મુશ્કેલી, વિજય શંકર પણ દાવેદાર
યજાન ટીમની શરૂઆત પ્રથમ ઈનિંગમાં સારી રહી હતી. તેણે 57 રનના કુલ સ્કોર પર કેપ્ટન ક્રેગ બ્રાથવેટ (12)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. તેને મોઇન અલીએ પેવેલિયન મોકલી આપ્યો હતો. અલીએ ત્યારબાદ જોન કેમ્પબેલ (41)ને આઉટ કરીને યજમાન ટીમને બીજો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ યજમાનનો ધબડકો થયો અને તેણે 104 રન પર પોતાની સાત વિકેટ ગુમાવી દીધી હતી. વુડે વેસ્ટઈન્ડિઝના મધ્યમક્રમના ચાર બેટ્સમેનોને આઉટ કર્યા હતા.
T-20: કુલદીપ યાદવની રેન્કિંગમાં છલાંગ, રાશિદ ખાન બાદ બીજો સૌથી બેસ્ટ બોલર
શેન ડાવોરિચ (38)એ રોચ (16)ની સાથે મળીને વેસ્ટઈન્ડિઝની ઈનિંગ સંભાળવાનો પ્રયત્ન કર્યો પરંતુ 145ના કુલ સ્કોર પર ડાવોરિચને આઉટ કરીને સ્ટુઅર્ટ બ્રોડે યજમાન ટીમની વાપસીનો રસ્તો બંધ કરી દીધો હતો. વિન્ડિઝની ટીમ માત્ર 154 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ઈંગ્લેન્ડને પ્રથમ ઈનિંગના આધાર પર 123 રનની લીડ મળી હતી. યજમાન ટીમ માટે વુડે 5 તથા મોઇન અલીએ 4 વિકેટ ઝડપી હતી. બ્રોડને એક સફળતા મળી હતી.