લંડનઃ આઈસીસી ટી-20 વિશ્વકપ વિજેતા વેસ્ટઇન્ડિઝ ઈંગ્લેન્ડના લોર્ડ્સના લોકપ્રિય ક્રિકેટ સ્ટેડિયમમાં ગુરૂવારે રમાનારી પ્રદર્શની મેચમાં આઈસીસી વર્લ્ડ ઈલેવનના દિગ્ગજો સામે ટકરાશે. લોકોને આશા છે કે, ગુરૂવારે બંન્ને ટીમો વચ્ચે આ મેચ યાદગાર થશે. આ ચેરેટી મેચનું લક્ષ્ય કેરેબિયન ક્ષેત્રના પાંચ ક્રિકેટ સ્ટેડિયમોના નવીનિકરણ માટે ફંડ ભેગુ કરવાનો છે. જે ઈરમાન અને મારિયા તોફાનોને કારણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને આખરે વર્લ્ડ ઈલેવન ટીમનો કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે. તેને ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગનના સ્થાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મોર્ગનને ઈજા થતા તે વર્લ્ડ ઈલેવનની ટીમમાંથી બહાર થઈ ગયો છે. 


આફ્રિદીએ એક ટ્વીટ કરીને તેની જાણકારી આપતા કહ્યું, આઈસીસી વર્લ્ડ ઈલેવન ટીમની કમાન સંભાળવીએ મોટી વાત છે અને તે પણ સારા કારણ માટે. બધા ખેલાડીઓ આ મેચની રાહ જોઈ રહ્યાં છે. તેમાં લોકોને ઉચ્ચ સ્તરિય ક્રિકેટની રમત જોવા મળશે. 



વર્લ્ડ ઈલેવનની ટીમમાં થોડો ફેરફાર થયા છે. મોર્ગન, આફ્રિદી, શોએબ મલિક, થિસારા પરેરા, રાસિદ ખાન, શાકિબ અલ-હસન, તમીમ ઇકબાલ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, લ્યૂક રોંચી, મિશેલ મેક્લેઘન જેવા ખેલાડીઓને પહેલા જાહેર કરાયેલી ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. પરંતુ શાકિબે અંગત કારણોને લીધે નામ પરત લઈ લીધું અને તેવામાં તેના સ્થાન પર કિશોર ખેલાડી સંદીપ લામિછાનેને સામેલ કરવામાં આવ્યો છે. 


પાંડ્યાએ પણ નામ પરત લીધું અને તેના સ્થાને મોહમ્મદ શમીને વર્લ્ડ ઈલેવનમાં સ્થાન મળ્યું છે. સૈમ બિલિંગ્સને મોર્ગનની જગ્યાએ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 


ઈંગ્લેન્ડ ક્રિકેટ ખેલાડી આદિલ રાશિદ અને સૈમ કુરાનને પણ આ 13 સભ્યોની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ટીમ હજુ પણ મજબૂત છે, કારણ કે, કાર્તિક, બિલિંગ્સ, મલિક, આફ્રિદી અને પરેરા બેટિંગ ક્રમમાં સારૂ પ્રદર્શન કરવા માટે તૈયાર છે. 



વર્લ્ડ ઈલેવનના સ્પિન બોલર રાશિદ અને લામિછાનેની સાથે આફ્રિદી પણ તૈયાર છે. મેક્લેઘન, કુરાન અને મિલ્સ ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળશે. 


આઈસીસી વર્લ્ડ ઈલેવનઃ શાહિદ આફ્રિદી (કેપ્ટન), સૈમ બિલિંગ્સ (વિકેટકીપર), સૈમ કુરાન, તમીમ ઇકબાલ, ટેમલ મિલ્સ, દિનેશ કાર્તિક (વિકી), રાશિદ ખાન, સંદીપ લામિછાને, મિશેલ મેક્લેઘન, થિસારા પરેરા, લ્યૂક રોંચી અને આદિલ રાશિદ. 


વેસ્ટઇન્ડિઝઃ કાર્લોસ બ્રેથવેટ (કેપ્ટન), સૈમુઅલ બદ્રી, રેયાદ એમરિટ, આંદ્રે ફ્લેચર, ક્રિસ ગેલ, એવિન લેવિસ, એશ્લે નર્સ, કીમો પોલ, રોમવાન પોવેલ, દિનેશ રામદીન, આંદ્રે રસેલ, માર્લોન સૈમુએલ્સ અને કેસરિક વિલિયમ્સ.