એટીંગા: વેસ્ટઇંડીઝના કેપ્ટન કીરોન પોર્લાડે કમાલ કરી દીધી છે. 33 વર્ષના આ કેરેબિયાઇ ધુરંધરે એંટીગામાં શ્રીલંકા વિરૂદ્ધ પહેલી ટી20 ઇન્ટરનેશનલમાં એક ઓવરમાં 6 સિક્સર ફટકારી છે. 


પોલાર્ડ આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનાર ટી20 ઇન્ટરનેશનલના ઇતિહાસમાં ફક્ત બીજા બેટ્સમેન બન્યા છે. સૌથી પહેલાં આ કારનામો ભારતના યુવરાજ સિંહે કર્યો હતો. તેમણે 2007 ની ટી20 વર્લ્ડકપ દરમિયાન ઇગ્લેંડ વિરૂદ્ધ એક ઓવરમાં છ સિક્સર ફટકારી હતી. ત્યારે આ ભારતીય ઓલરાઉન્ડરે ગ્રુપ મેચ દરમિયના સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 36 રન લૂંટી લીધા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube