લીડ્સઃ વેસ્ટ ઈન્ડિઝે આઈસીસી વિશ્વકપ-2019મા પોતાની અંતિમ લીગ મેચમાં અફઘાનિસ્તાનને  23 રને પરાજય આપીને વિજય સાથે ટૂર્નામેન્ટની સમાપ્તિ કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 50 ઓવરમાં 6 વિકેટે 311 રન બનાવ્યા હતા. જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 50 ઓવરમાં 288 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કાર્લોસ બ્રેથવેટે ચાર તથા કેમાર રોચે ત્રણ વિકેટ ઝડપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અફઘાનિસ્તાનની ટીમ વિશ્વકપમાં 9 મેચ રમી અને તમામમાં તેને હાર મળી છે. જ્યારે વેસ્ટઈન્ડિઝે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં પાકિસ્તાનને અને અંતિમ લીગ મેચમાં અફઘાનિસ્તાનને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં બે જીત મેળવી છે. અફઘાનિસ્તાન પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને અને વેસ્ટ ઈન્ડિઝે નવમાં સ્થાને રહીને પોતાનું અભિયાન પૂરુ કર્યું છે. 


312 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાન ટીમને પ્રથમ ઝટકો કેપ્ટન ગુલબદીન નઈબના રૂપમાં લાગ્યો હતો. નઈબ 6 બોલમાં 5 રન બનાવી કેમાર રોચના બોલ પર આઉટ થયો હતો. ત્યારબાદ રહમત શાહ અને વિકેટકીપર બેટ્સમેન ઇકરામ અલી ખીલ અડધી સદી પૂરી કરી હતી. પરંતુ 62 રનના વ્યક્તિગત સ્કોર પર રહમત શાહ કાર્લોસ બ્રેથવેટના બોલ પર આઉટ થયો હતો. રહમત શાહે 78 બોલનો સામનો કરતા 10 ચોગ્ગા ફટકાર્યા હતા. રહમત શાહ અને ઇકરામે બીજી વિકેટ માટે 133 રનની ભાગીદારી કરી હતી. 


અફઘાનિસ્તાનને ત્રીજો ઝટકો વિકેટકીપર બેટ્સમેન ઇકરામ અલી ખીલના રૂપમાં લાગ્યો હતો. તે 86 રન બનાવી ક્રિસ ગેલના બોલ પર LBW આઉટ થયો હતો. તેણે 93 બોલનો સામનો કરતા 8 ચોગ્ગા ફટકાર્યા હતા. નઝીબ 31 રન બનાવી રનઆઉટ થયો હતો. મોહમ્મદ નબી (2)ને કેમાર રોચે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 


શમિતુલ્લાહ શિનવારી (6)ને કેમાર રોચે હેટમાયરના હાથે કેચ કરાવીને આઉટ કર્યો હતો. અફગર અફઘાને 32 બોલનો સામનો કરતા 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 40 રન ફટકારી આુટ થયો હતો. બ્રેથવેટની ઓવરમાં હોલ્ડરે બાઉન્ડ્રી પર તેનો કેચ લીધો હતો. દૌલત જાદરાનને પણ કાર્લોલ બ્રેથવેટે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. રાશિદ ખાન 9 રન બનાવી બ્રેથવેટની ઓવરમાં હોલ્ડરના હાથે કેચ આઉટ થયો હતો. શિરજાદ અંતિમ બોલ પર 25 રન બનાવી આઉટ થયો હતો.


વેસ્ટ ઈન્ડિઝ તરફથી કાર્લોસ બ્રેથેવેડે 4, કેમાર રોચે 3 અને ક્રિસ ગેલ અને ઓસાને થોમસે એક-એક વિકેટ ઝડપી હતી. 


વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ, લુઈસ-હોપની અડધી સદી 
કેરેબિયન ઈનિંગની શરૂઆત ક્રિસ ગેલ અને ઇવિન લુઈસે કરી હતી. આ બંન્ને વચ્ચે પ્રથમ વિકેટ માટે 21 રનની ભાગીદારી થઈ હતી. ગેલ 7 રન બનાવી દૌલત જાદરાનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ શાઈ હોપ અને લુઈસ વચ્ચે 88 રનની ભાગીદારી થઈ હતી. વિન્ડીઝને બીજો ઝટકો ઇવિન લુઈસના રૂપમાં લાગ્યો હતો. લુઈસ 78 બોલ પર 58 રન બનાવીને રાશિદ ખાનની ઓવરમાં નબીના હાથે કેચઆઉટ થયો હતો. તેણે 6 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. 

ત્યારબાદ હેટમાયર (39)ને દૌલત જાદરાને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. તેણે 31 બોલનો સામનો કરતા 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝે 174 રનના કુલ સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. શાઈ હોપ 77 રન બનાવી મોહમ્મદ નબીની ઓવરમાં આઉટ થયો હતો. તેણે 92 બોલનો સામનો કરતા 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. 


અંતમાં જેસન હોલ્ડર (45) અને નિકોલસ પૂરન (58)એ છઠ્ઠી વિકેટ માટે 103 રનની ભાગીદારી કરી હતી. પૂરન 43 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 58 રન ફટકારી અંતિમ ઓવરમાં રનઆઉટ થયો હતો. હોલ્ડર 34 બોલમાં 4 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકારી શિરઝાદની બોલિંગમાં આઉટ થયો હતો. 


અફઘાનિસ્તાન તરફથી દૌલત જાદરાને બે વિકેટ ઝડપી હતી. આ સિવાય નબી, રાશિદ અને શિરઝાદને એક-એક સફળતા મળી હતી.