દુબઇ: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉંસિલ (આઇસીસી)એ સમલૈંગિકતા સાથે જોડાયેલી કથિત ટિપ્પણી પર કડક નિર્ણય લીધો છે. તેણે આ ટિપ્પણી કરનાર વેસ્ટઇન્ડિઝના ફાસ્ટ બોલર શેનન ગૈબ્રિયલ (Shannon Gabriel) પર ચાર મેચનો પ્રતિબંધ લગાવી દીધો છે. ગૈબ્રિયલ વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચના ઇગ્લેંડના કેપ્ટન જો રૂટ (Joe Root) સાથે ચર્ચા દરમિયાન આ ટિપ્પણી કરી હતી. જે રૂટે આ મેચમાં સદી ફટકારી હતી. ઇગ્લેંડે આ મેચ 232 રનથી જીતી હતી. જોકે તે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ (England vs West Indies) 1-2 થી હારી ગયું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેરેબિયાઇ બોલર શેનન ગૈબ્રિયલ અને જો રૂટ વચ્ચે આ વિવાદ મેચના ત્રીજા દિવસો થયો હતો. જો રૂટે આ મેચના ત્રીજા દિવસે જે ડેનલી (69)ની સાથે ત્રીજી વિકેટ માટે 74 રનની ભાગીદારી કરી હતી. શેનન ગૈબ્રિયલ સાથે તેમની બોલાચાલી પણ આ ભાગીદારી દરમિયાન થઇ હતી. આ બોલાચાલીનો પાછળનો ભાગ સ્ટંપના માઇકમાં આવ્યો ન હતો. જોકે એમ્પાયરે તેમને આ મુદ્દે વાત કરી હતી.


આઇસીસીએ મેચ બાદ શેનન ગૈબ્રિયલ પર કાર્યવાહી કરી. તેમની મેચ ફીનો 75% દંડ લગાવવાની સાથે-સાથે તેમના ખાતામાં ત્રણ ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરી દીધા. તેનાથી 24 મહિનાની અંદર શેનન ગૈબ્રિયલના ખાતમાં આઠ ડીમેરિટ પોઈન્ટ થઇ ગયા. જેથી તેમના પર ચાર મેચનો પ્રતિબંધ લાગી ગયો. શેનન ગૈબ્રિયલે દંડ કબૂલ કરી લીધો છે. એટલા માટે તેમના વિરૂદ્ધ ઔપચારિક કાર્યવાહીની જરૂર નહી પડે. શેનન ગૈબ્રિયલે આ મેચની બંને ઇનિંગમાં બે-બે વિકેટ લીધી.


આ પ્રતિબંધ બાદ શેનન ગૈબ્રિયલ હવે ઇગ્લેંડ વિરૂદ્ધ થનાર પાંચ મેચોની વન-ડે સીરીઝની પહેલી ચાર મેચોમાં નહી રમે. શેનન ગૈબ્રિયલને આ પહેલાં નવેમ્બર 2018માં મીરપુર ટેસ્ટમાંથી સસ્પેંડ કરવામાં આવ્યો હતો. 


આ પહેલાં અલગ-અલગ બે મામલે શેનન ગૈબ્રિયલના ખાતામાં પાંચ ડીમેરિટ પોઇન્ટ હતા જે એપ્રિલ 2017માં પાકિસ્તાન વિરૂદ્ધ જમૈકા ટેસ્ટ મેચમાં અને ગત વર્ષે નવેમ્બરમાં બાંગ્લાદેશ વિરૂદ્ધ ચટગાવ ટેસ્ટમાં તેમને મળ્યા હતા. જોકે આઇસીસીની આચાર સંહિતાના 7.6 ના ઉલ્લંઘન સાથે સંબંધિત છે. તેના હેઠળ ચાર મેચોમાંથી સસ્પેંડ કરવાની જોગવાઇ છે.