Electra Stumps: ક્રિકેટમાં થઇ નવા જમાનાના સ્ટમ્પ્સની એન્ટ્રી, દર વખતે થશે અલગ-અલગ લાઇટ
Electra Stumps In Big Bash League: બિગ બેશ લીગમાં નવા પ્રકારના સ્ટમ્પ દેખાયા છે. આ સ્ટમ્પમાં વિવિધ પ્રસંગોએ વિવિધ પ્રકારની લાઇટો દેખાશે.
Electra Stumps Video: ક્રિકેટમાં નવા જમાનાના સ્ટમ્પ્સની એન્ટ્રી થઇ ગઇ છે. આ નવા સ્ટમ્પ ઓસ્ટ્રેલિયાની T20 લીગ 'બિગ બેશ લીગ'માં જોવા મળ્યા છે. જેને ઈલેક્ટ્રા સ્ટમ્પ્સ નામ આપવામાં આવ્યું છે. આ સ્ટમ્પ્સની ખાસિયત એ છે કે તે ચોગ્ગા અને છગ્ગાથી લઈને નો બોલ સુધી દરેક કેસમાં અલગ-અલગ રંગ બતાવશે. આ બધા રંગો પણ ખૂબ આકર્ષક લાગે છે.
ભૂતોએ બનાવ્યું હતું 1000 વર્ષ જુનું શિવજીનું રહસ્યમયી મંદિર! આજસુધી નિર્માણ છે અધૂરુ
Chanakya Niti: કુળનું નામ રોશન કરે છે આવા સંતાનો, કિસ્મતવાળા હોય છે આવા માતા-પિતા
આજે (22 ડિસેમ્બર) બિગ બેશ લીગ મેચ પહેલા, માર્ક વો અને માઈકલ વોને આ સ્ટમ્પ્સ વિશે વિગતવાર સમજાવ્યું હતું. માઈકલ વોને કહ્યું કે આ સ્ટમ્પનો ઉપયોગ મહિલા બિગ બેશમાં કરવામાં આવ્યો છે પરંતુ આ પ્રથમ વખત હશે જ્યારે તેનો ઉપયોગ પુરૂષોની ક્રિકેટ ટુર્નામેન્ટમાં કરવામાં આવશે. આ પછી માર્ક વોએ આ સ્ટમ્પની ખાસિયતો સમજાવી.
દરરોજ ઉઘાડા પગે ઘાસ પર ચાલશો મળશે ઘણા ફાયદા, બિમારીઓ ભાગશે દૂર
જિમ જતાં પહેલાં બિલકુલ ન કરો આ 5 ભૂલ, શરીરને થઇ શકે છે ભારે નુકસાન
વિકેટ: કોઇપણ ખેલાડી આઉટ થાય છે, પછી ભલે તે કોઇપણ પ્રકારે આઉટ થાય છે તો આ સ્ટમ્પ્સમાં લાલ લાઇટની સાથે આગ જેવી જ્વાળાઓનો રંગ જોવા મળશે.
ચોગ્ગો: બેટ વડે બોલ બાઉન્ટ્રીને ટચ કરશે તો આ સ્ટમ્પ્સમાં અલગ-અલગ પ્રકારની લાઇટ ફટાફટ બદલાશે.
સિક્સર: જ્યારે બોલ બેટ વડે નિકળીને સીધા બાઉન્ટ્રી બહાર પહોંચશે તો આ સ્ટમ્પ્સમાં અલગ અલગ કલર સ્ક્રોલ થતા જોવા મળશે.
નો બોલ: એમ્પાયરના નો બોલના ઇશારા પર આ સ્ટમ્પ્સ લાલ અને સફેદ રંગની લાઇટ સ્ક્રોલ થતી દેખાશે.
ઓવર વચ્ચે: એક ઓવર પુરી થતાં અને બીજી ઓવર શરૂ થવા વચ્ચે સ્ટમ્પ્સ પર પર્પલ અને વાદળી રંગની લાઇટ ચાલુ રહેશે.
હવે તમારા મોબાઇલનો કંટ્રોલ રહેશે સરકારના હાથમાં, જાણો નવા બિલની 7 મોટી વાતો
Toll રોડ પર જેટલા કિલોમીટર વાહન ચલાવશો એટલો જ ચૂકવવો પડશે Toll, GPS કામ કરશે