એશિઝમાં ડ્રીમ ઈનિંગ રમનાર બેન સ્ટોક્સે આખરે શું ખાધુ હતું: ફ્રાઇડ ચિકન અને ચોકલેટ
આ દિવસોમાં પોતાની ફિટનેસને ટોપ પર રાખવા માટે ક્રિકેટરો જ્યાં સખત ડાયટની વાત કરે છે. તો રવિવારે એશિઝના લીડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની જીતના હીરો બનેલા બેન સ્ટોક્સને પૂછવામાં આવ્યું કે, રાત્રમાં તેણે શું ખાધુ હતું? તો તેણે ફ્રાઇડ ચિકન અને ચોકલેટની વાત કરીને બધાને ચોંકાવી દીધા હતા.
લીડ્સઃ ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હેડિંગ્લેમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં અણનમ 135 રન ફટકાર્યા હતા. તેની મદદથી ઈંગ્લેન્ડે પોતાના ટેસ્ટ ઈતિહાસમાં સૌથી મોટા સ્કોરને ચેઝ કરતા 1 વિકેટથી જીત મેળવી હતી. સ્ટોક્સે ખુલાસો કર્યો કે રવિવારે ટેસ્ટના ચોથા દિવસ પહેલાની રાત્રે ફ્રાઇડ ચિકન અને ચોકલેટ ખાધી હતી. ઓસ્ટ્રેલિયાએ તેને 359 રનનો લક્ષ્ય આપ્યો, જેને ઈંગ્લેન્ડે 9 વિકેટના નુકસાન પર હાસિલ કરી લીધો હતો. આ સાથે 5 ટેસ્ટ મેચની સિરીઝ 1-1થી બરોબર આવી ગઈ છે.
સ્ટોક્સે અંતિમ વિકેટ માટે જૈક લિચની સાથે 76 રનની ભાગીદારી કરી હતી. ચોથી ઈનિંગમાં એક સમયે ઈંગ્લેન્ડે 286 રન પર 9 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ સ્ટોક્સે 44 બોલ પર 74 રન બનાવ્યા હતા. તેણે ઈનિંગમાં કુલ 11 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. સ્ટોક્સને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
સવારે બે કપ કોફી પીધી હતીઃ સ્ટોક્સ
સ્ટોક્સને પૂછવામાં આવ્યું કે, પાછલી રાત્રે તે શું કર્યું તો સ્ટોક્સે કહ્યું, 'કાલે રાત્રે પત્ની અને બાળકોને મળ્યો. તેણે મને પાસ્તા ખવળાવ્યા. મેં નોક ઓફ નાનદોસ (ફ્રાઇડ ચિકન), બે ચોકોલેટ યોર્કી બિસ્કિટ અને કિશમિશ પણ ખાધી હતી અને સવારે બે કપ કોફી પીધી હતી.'
મેચ હારીશું તો એશિઝ પણ જશે
સ્ટોક્સે મેચ વિશે કહ્યું, 'અમને ખ્યાલ હતો કે જો મેચ હારી ગયા તો એશિઝ પણ હારી જશું. જ્યારે નંબર 11નો બેટ્સમેન ક્રીઝ પર આવ્યો તો 73 રન બનાવવાના હતા. મને ખ્યાલ હતો કે મેચમાં જરૂરીયાતના સમયે શું કરી શકાય છે. હું એકવાર નર્વસ થયો, જ્યારે અમારો લક્ષ્ય સિંગલ ડિજિટમાં આવી ગયો હતો. ટેસ્ટ જીતવી ખાસ ક્ષણ હતી.'
હેઝલવુડનો બોલ સ્ટોક્સના હેલમેટ પર વાગ્યો
સ્ટોક્સ જ્યારે ક્રીઝ પર આવ્યો તો તેનો સામનો જોસ હેઝલવુડ સામે થયો હતો. ઈનિંગ દરમિયાન તેનો એક બોલ સ્ટોક્સને વાગ્યો હતો. ત્યારબાદ સ્ટોક્સના નેક ગાર્ડના બે કટકા થયા હતા. તેણે ફિઝિયોની મદદ લેવી પડી અને હેલમેટ બદલવું પડ્યું હતું. આ પહેલા બીજી ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને જોફ્રા આર્ચરનો બોલ વાગતા તે ઈજાગ્રસ્ત થયો હતો.
બુમરાહ એન્ડ કંપનીએ ભારતને બનાવ્યું વિશ્વ વિજેતાઃ સહેવાગ
વિશ્વ કપ ફાઇનલમાં પણ ઈંગ્લેન્ડને વિજય અપાવ્યો હતો
સ્ટોક્સે પાછલા મહિને વનડે વિશ્વ કપ ફાઇનલમાં અણનમ 84 રન બનાવ્યા હતા. તેણે સુપર ઓવરમાં પણ 8 રન બનાવ્યા હતા. મેચ અને સુપર ઓવર ટાઈ થયા બાદ ઈંગ્લેન્ડને બાઉન્ડ્રીના આધાર પર વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. સ્ટોક્સને ફાઇનલમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.