નવી દિલ્હી: આઈપીએલ તો હવે પુરી થઈ ચૂકી છે, પરંતુ હવે તેની અંદરના રહસ્યો બહાર આવી ચૂક્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ ખેલ જગતમાં ઈતિહાસ રચવા તરફ એક કદમ આગળ વધારી રહી છે. જલ્દીથી આઈપીએલના મીડિયા રાઈટ્સની જાહેરાત થનાર છે, જે 2023થી 2027 સુધી માન્ય રહેશે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે ઘણા રેકોર્ડ તૂટશે અને બીસીસીઆઈને આઈપીએલની એક મેચમાંથી 100થી 150 કરોડ રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ અનુસાર 12 જૂને યોજાનારી ઈ-ઓક્શન પહેલા BCCIએ બિડની બેઝ પ્રાઈસ નક્કી કરી છે. આ વખતે મીડિયા રાઈટ્સ માટે 32,890 કરોડ રૂપિયાની બેસ પ્રાઈસ નક્કી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, અહીંથી જ બિડિંગ શરૂ થશે અને ત્યારબાદ જો કંપનીઓ વચ્ચે સ્પર્ધા થશે તો તમામ રેકોર્ડ તૂટી શકે છે.


IND vs SA: ટી20 સીરિઝમાં આ ત્રણ જીગરીજાન ખેલાડીઓ બનશે એકબીજાના દુશ્મન! તૂટી જશે આઈપીએલની મિત્રતા!


મહત્વપૂર્ણ વાત એવી છે કે, IPL તેની જ સાથે કોઈપણ એક મેચમાં સૌથી વધુ કમાણી કરનારી ટૂર્નામેન્ટ બનવાના રસ્તા પર છે. હાલમાં અમેરિકાની ફૂટબોલ લીગ NFLનું પ્રસારણ $17 મિલિયન ડોલરની કમાણી થાય છે  એટલે કે પ્રતિ મેચ રૂ. 133 કરોડની કમાણી કરે છે. ત્યારબાદ પ્રીમિયર લીગ, મેજર લીગનો નંબર આવે છે અને પછી ચોથા નંબર પર આઈપીએલ આવે છે.


પરંતુ હવે જ્યારે આઈપીએલ મીડિયા રાઈટ્સનો બેઝ પ્રાઈસ નક્કી કરવામાં આવી છે, તો આઈપીએલ પ્રતિ મેચ 100 કરોડને પાર જઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ વખતે પાંચ કંપનીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા છે જેમાં વાયકોમ, ઝી, સ્ટાર-ડિઝની, એમેઝોન અને સોનીનો સમાવેશ થાય છે.


આ મીડિયા રાઈટ્સ વર્ષ 2023-27 માટે હશે. જેમાં ટીવી માટે પ્રતિ મેચ 49 કરોડ, ડિજિટલ માટે 33 કરોડ પ્રતિ મેચની બેઝ પ્રાઈસ રાખવામાં આવી છે. આ સિવાય પ્લેઓફ અને વિદેશમાં પ્રસારણ માટે અલગ બેઝ પ્રાઈસ છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે IPL મીડિયા રાઇટ્સ 60 હજાર કરોડના આંકડાને સ્પર્શી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube