નવી દિલ્હીઃ ભારતીય સ્ટાર બેટર વિરાટ કોહલી હાલમાં ઈન્સ્ટાગ્રામ પર 200 મિલિયન ફોલોઅર્સ પૂરા કરનાર પ્રથમ ભારતીય બન્યો છે અને તે હવે વિશ્વમાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતો ત્રીજો એથલિટ છે. ત્યારે વિરાટ કોહલીના ભાઈ વિકાસ કોહલીના ઇન્સ્ટાગ્રામ પર 1.35 લાખ ફોલોઅર્સ છે, જેને એક ફેને આ મુદ્દે ટ્રોલ કર્યો હતો.  ભારતનો પૂર્વ કેપ્ટન કોહલી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (453 મિલિયન) અને લિયોનેલ મેસી (337 મિલિયન) બાદ વિશ્વના એથલીટોમાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે વિરાટના ભાઈ વિકાસને એક મિલિયન ફોલોઅર્સ સુધી પણ ન પહોંચવા માટે ટ્રોલ કરવામાં આવ્યો, જ્યારે તેના ભાઈના 200 મિલિયન ફોલોઅર્સ છે. ત્યારબાદ કોહલીના ભાઈએ ફેન્સને વળતો જવાબ આપતા કહ્યું કે, બિનજરૂરી સલાહ આપવાની જગ્યાએ કંઈક પ્રોડક્ટિવ કરો. 


યૂઝર્સે લખ્યુ- બિચારા ભાઈના 200 મિલિયન સબ્સક્રાઇબર્સ થઈ ગયા સાલાના એક મિલિયન પણ નથી થયા. ત્યારબાદ વિકાસે જવાબ આપ્યો- બચ્ચા કુછ પ્રોડક્ટિવકરો.. અહીં જ્ઞાન ન વેંચો. 


IND vs SA: કરો યા મરો મુકાબલામાં કેવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ XI, હાર્યા તો સિરીઝ પણ જશે  


નોંધનીય છે કે આઈપીએલ-2022ની સીઝનમાં કોહલીનું પ્રદર્શન ખાસ રહ્યુ નહીં. આઈપીએલ બાદ કોહલી વેકેશન પર માલદીવમાં જોવા મળ્યો હતો. કોહલીને ભારત અને આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ટી20 સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. હવે વિરાટ કોહલી ભારતીય ટીમ સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. જ્યાં ટીમ ઈન્ડિયા 1 જુલાઈથી સિરીઝની પાંચમી ટેસ્ટ રમવાની છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube