નવી દિલ્હી : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરિઝમાં ભારત હારી ચૂક્યું છે. સિરિઝની પાંચમી અને આખરી ટેસ્ટ લંડનના ઓવલમાં રમાનારી છે. ઇંગ્લેન્ડ સામેની આ સિરિઝ ભલે ભારત હારી ગયું હોય પણ કમેન્ટ્રી બોક્સમાં હરભજન સિંહે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ભારતીયો ધારે એ કરી શકે છે. હરભજને કોમેન્ટ્રી બોક્સમાં એક અંગ્રેજને પોતાના ઇશારે નાચવા માટે મજબૂર કરી દીધો હતો જેના પગલે બ્રિટીશ કમેન્ટેટર ડેવિડ બંબલે લોયડ ભાંગડા કરવા માટે મજબૂર થઈ ગયો હતો. 


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક....