Mitchell Starc Most Expensive Player IPL History: આઈપીએલ 2025 માટે રિટેન થયેલો સૌથી મોંઘો ખેલાડી હેનરિક ક્લાસેન છે, જેણે સનરાઈઝર્સ હૈદરાબાદે 23 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. પરંતુ આ રકમ તેણે આઈપીએલ ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી તરીકે ગણાવતી નથી કારણ કે ગત વર્ષે મિચેલ સ્ટાર્કે કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. એક તરફ કોલકાતા ટીમના મેન્ટોર રહેલા ગૌતમ ગંભીર પાછળ હટવા તૈયાર નહોતા, જ્યારે સ્ટાર્કને સૌથી મોંઘો ખેલાડી બનાવવામાં ગુજરાત ટાઈટન્સનો પણ હાથ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IPL 2024 મિની ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સે બોલી લગાવવાની શરૂ કરી, પરંતુ આ બન્ને ટીમોના પર્સમાં વધારે પૈસા બચ્યા નહોતા. આગળ જતા કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સની વચ્ચે બિડિંગ વોર શરૂ થઈ. ઓક્સન હોલમાં ટેન્શન વધતું જઈ રહ્યું હતું, પરંતુ ગુજરાત અને કોલકાતાના માલિકોએ ઈતિહાસ રચવાનું નક્કી કરી દીધું હતું. આખરે ગુજરાતે 24.50 કરોડ રૂપિયા લગાવીને પોતાની જીદ છોડી દીધી હતી અને KKR એ 24.75 કરોડ રૂપિયાની છેલ્લી બોલી લગાવીને સ્ટાર્કને ખરીદ્યો હતો.


ગુજરાતે ખેલ્યો હતો મોટો દાવ
એક તરફ ગુજરાત ટાઈટન્સે પોતાની જીદ માટે KKR ને  મિચેલ સ્ટાર્ક પર 24.75 કરોડ રૂપિયાની બોલી લગાવવા પર મજબૂર કરી દીધા હતા. જ્યારે આઈપીએલ 2024 ઓક્શનમાં ગુજરાત દ્વારા ખરીદેલા સૌથી મોંઘા ખેલાડીની કિંમત સ્ટાર્કથી ખુબ જ ઓછી હતી. GT દ્વારા ખરીદેલા સૌથી મોંઘો ખેલાડી સ્પેન્સર જોનસન રહ્યો, જેના પર ગુજરાતે 10 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.


પરંતુ, આઈપીએલ 2025 મેગા ઓક્શન પહેલા KKR એ સ્ટાર્કને રિલીઝ કરી દીધો છે. બીજી બાજુ કોલકાતા પોતાના તમામ 6 રિન્ટેશન્સનો ઉપયોગ કરી ચુકી છે, એટલા માટે તેમની પાસે મિચેલ સ્ટાર્ક પર રાઈટ ટૂ મેચ કાર્ડનો ઉપયોગ કરવાનો વિકલ્પ પણ બચ્યો નથી. આ વખતે ટીમોની પાસે પર્સમાં ઘણા પૈસા બચ્યા હશે, એટલા માટે સંભાવનાઓ છે કે મેગા ઓક્શનમાં સૌથી મોંઘા ખેલાડીને મળનાર રકમ 24.75 કરોડથી પણ ઉપર જઈ શકે છે.