નવી દિલ્હી: ક્રિકેટ અને બોલીવુડનો જુનો સંબંધ છે. ઘણીવાર ક્રિકેટર્સની સાથે કોઇને કોઇ એક્ટ્રેસની લિંક-અપના સમાચાર સામે આવતા હોય છે. એવામાં થોડા સમય પહેલા ઋષભ પંત (Rishabh Pant) અને બોલીવુડની હોટ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)ના અફેરને લઇને ઘણી ચર્ચાઓ ચાલી હતી. જો કે, લિંક-અપના સમાચારો વચ્ચે અચાનાક આ સમાચાર સામે આવ્યા કે, ઋષભે ઉર્વશીને વોહ્ટએપ પર બ્લોક કરી દીધી છે. એટલું જ નહીં ઋષભે ઉર્વશીનો નંબર પણ ફોનમાં બ્લોક કરી દીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Sushant Singh Case: મુંબઇ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા મહશ ભટ્ટને- સૂત્ર


તે દિવસોમાં ઋષભ પંત ટીમમાં પોતાની એન્ટ્રીને લઇને ઘણો પરેશાન હતો. તે સમયે શ્રીલંકાની સામે ટી-20 સીરીઝની છેલ્લી મેચમાં તેને ટીમમાં રમવા મળ્યું ન હતું. ટીમમાં પોતાના ખરાબ પ્રદર્શનને લઇને પંત ઘણો ટેન્શનમાં હતો. સમાચારોનું માનીએ તો તે સમયે ઋષભ, ઉર્વશી સાથે વાત કરવા માગતો નહતો, તેથી તેણે ઉર્વશીનો નંબર બ્લોક કરી દીધો હતો.


આ પણ વાંચો:- PICS: કોરોના કાળમાં સેલિબ્રિટીનો નવો અવતાર, સેફ્ટીનું રાખ્યું સંપૂર્ણ ધ્યાન


તે સમયે આ સમાચાર પણ મળી રહ્યાં હતા કે ઉર્વશી સતત ઋષભથી વાત કરવાનો પ્રયત્ન કરી રહી હતી અને તેથી તે વારંવાર ઋષભ પંતને મેસેજ અને કોલ કરી રહી હતી. તેથી પરેશાન થઇ પંતે ઉર્વશીને બ્લોક કરી દીધી હતી. જ્યારે આ મામલે ઉર્વશી સાથે વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે તેના સ્પોકપર્સન તરફથી જણાવવામાં આવ્યું કે એક-બીજાને બ્લોક કરવાનો નિર્ણય બંનેએ તેમની પોતાની સંમતીથી લીધો છે.


આ પણ વાંચો:- બોલીવુડ ગેંગવાળા નિવેદને જોર પકડ્યું, હવે એઆર રહેમાને TWEET કરી કહીં આ વાત


તમને જણાવી દઇએ કે, વર્ષ 2019માં બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાનું નામ ટીમ ઇન્ડિયાના હાર્દિક પંડ્યા (Hardik Pandya) સાથે પણ જોડવામાં આવ્યું છે. જો કે, હાર્દીક પંડ્યાથી લિંક-અપના સમાચાર પર તેણે ક્યારે કોઇ વાત કરી નથી. ત્યારે હાર્દિકથી દૂર થયા બાદ તેનું નામ ઋષભ પંત સાથે ચર્ચાઓમાં આવ્યું હતું. બંને ગત વર્ષે ડિનર ડેટ પર પણ સ્પોર્ટ થયા હતા, ત્યારબાદથી બંનેના અફેરની ચર્ચાઓ શરૂ થઇ ગઇ હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube