T20 World Cup 2024: 2 જૂનથી શરૂ થઈ રહેલા આઈસીસી ટી20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત 1 મેએ થશે. પરંતુ 25 મેચ સુધી ટીમમાં ફેરફાર કરી શકાશે. અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાનાર ટી20 વિશ્વકપમાં ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત આયર્લેન્ડ વિરુદ્ધ 5 જૂને કરશે. 29 જૂને ટી20 વિશ્વકપનો ફાઈનલ મુકાબલો રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈસીસીએ દરેક ટીમોની સામે 15 ખેલાડીઓની પસંદગી કરવા માટે 1 મેનો સમય આપ્યો છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈ તરફથી 1 મેએ ટીમની જાહેરાત કરવામાં આવશે. 1 મે સુધી આઈપીએલમાં ઘણી મેચ રમાઈ ચુકી હશે અને આ દરમિયાન સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓને મહત્વ મળી શકે છે. એટલું જ નહીં 25 મે સુધી ટીમમાં ફેરફાર કરી શકાશે. તેવામાં આઈપીએલ ફાઈનલ પહેલા સુધી ટીમમાં ફેરફાર જોવા મળી શકે છે. આઈપીએલ ફાઈનલ 26 મેએ રમાશે. 


આ પણ વાંચોઃ ભુવનેશ્વરથી લઈને શિખર ધવન સુધી, શું આ 5 દિગ્ગજો માટે બંધ થયા ટીમ ઈન્ડિયાના દરવાજા?


રોહિત શર્મા હશે કેપ્ટન
પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી પહેલા જ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે ટી20 વિશ્વકપમાં ભારતીય ટીમની કમાન રોહિત શર્મા સંભાળશે. આ સિવાય હાર્દિક પંડ્યા આ મેગા ટૂર્નામેન્ટમાં વાઈસ કેપ્ટન હશે. આ સિવાય વિરાટ કોહલી પણ ટી20 વિશ્વકપમાં રમી શકે છે. જ્યારે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ ટી20 વિશ્વકપમાં બોલિંગની કમાન સંભાળી શકે છે.


રોહિત શર્માની સાથે ઓપનિંગની જવાબદારી યશસ્વી જયસ્વાલ સંભાળી શકે છે. સૂર્યકુમાર યાદવ નંબર ચાર પર રમી શકે છે. તો વિકેટકીપર તરીકે સંજૂ સેમસન કે જિતેશ સર્માને તક મળી શકે છે. આ સિવાય રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈ સ્પિનર તરીકે ટીમમાં સામેલ થઈ શકે છે.