નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના હિટમેન ગણાતા રોહિત શર્માને લઈને તેમના સાથી ખેલાડીએ મોટો ખુલાસો કર્યો છે. રોહિત શર્મા અને તેના અંગે ખુલાસો કરનાર ક્રિકેટર બંને હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમ પણ શેર કરી રહ્યા છે. રોહિત શર્માના આ સાથી ક્રિકેટરનું કહેવું છે કે જ્યારે પણ તે તેની સાથે વાત કરે છે ત્યારે ગાળો બોલે છે. એટલું જ નહીં રોહિત શર્માને ભૂલી જવાની પણ બીમારી છે. રોહિત શર્માની આદતોમાં સામેલ આ તમામ વાતોનો ઉલ્લેખ એક ચેટ શો દરમિયાન કરનારા સાથી ખેલાડીનું નામ છે દિનેશ કાર્તિક.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ગાળ બોલ્યા વગર વાત કરતો નથી'
દિનેશ કાર્તિકે બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન નામના શોના નવા એપિસોડમાં રોહિત શર્મા વિશે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ટીમ ઈન્ડિયા જ્યારે ઈંગ્લેન્ડના પ્રવાસે રવાના થઈ રહી હતી તે દિવસે જ આ શોનું શુટિંગ થયું હતું. કાર્તિકે જણાવ્યું કે 'હું અને રોહિત શર્મા ગાળો વગર વાત કરતા નથી અને આખો વખત ગાળો જ બોલતા રહીએ છીએ. આસપાસના લોકોને પણ વિશ્વાસ નથી આવતો કે અમે આટલી ગાળો બોલી શકીએ છીએ.'



ભુલકણો છે રોહિત
આ ચેટ શોમાં દિનેશ કાર્તિકે રોહિતની ભૂલવાની બીમારીનો ખુલાસો કર્યો. કાર્તિકે જણાવ્યું કે ઈંગ્લેન્ડના પ્રવાસે રવાના થતા પહેલા રોહિત જ્યારે દિલ્હી આવ્યો તો પોતાનો પાસપોર્ટ મુંબઈ જ ભૂલી ગયો. તેની એક બેગ મુંબઈમાં રહી ગઈ હતી. રોહિત આખી ટીમ સાથે દિલ્હીથી ઈંગ્લેન્ડ માટે રવાના થયો. મુંબઈથી તેમની બેગ લઈને સ્પેશિયલ કોઈ દિલ્હી આવ્યું હતું. અત્રે જણાવવાનું કે બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન શો પર ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી પણ રોહિત શર્માની ભૂલવાની આદતને જણાવી ચૂક્યો છે.