Twenty20 World Cup :  ભારતીય મૂળના અમેરિકન ક્રિકેટર મોનાંક પટેલે પોતાના ધમાકેદાર ખેલથી બાંગ્લાદેશની ટીમને ઘૂંટણ ટેકવા મજબૂર કર્યું છે. ભારતમાં ગુજરાતના માટે અંડર-19 ક્રિકેટ રમી ચૂકેલા મોનાંક પટેલને જ્યારે દેશમાં ક્રિકેટ રમવાનો મોકો ન મળ્યો, તો તેમણે સારા ભવિષ્ય માટે અમેરિકાનો રસ્તો પકડ્યો. ક્રિકેટ માટે તેમના પ્રેમ અને સમર્પણથી તેઓ આજે એ ટોચ પર પહોંચ્યા છે, જ્યાં પહોંચવાનું દરેક ક્રિકેટરનું સપનું હોય છે. આ સપનું કોઈ ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરવાનું હોય છે. હાલ મોનાંક પટેલ અમેરિકાની ક્રિકેટ ટીમના કેપ્ટન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલગ અલગ દેશોના ખેલાડીઓથી બનેલી અમેરિકાન ટીમની આગેવાની કરતા મોનાંક પટેલે મોટી સફળતા મેળવી છે. બાંગ્લાદેશની વિરુદ્ધ T20 સીરિઝમાં મોટી જીત હાંસિલ કરી છે. અમેરિકાએ મોનાંક પેટલના નેતૃત્વમાં પહેલીવાર કોઈ દેશની વિરુદ્ધ T20 સીરિઝમાં જીત મેળવી છે, જે ટેસ્ટ વનડે અને T20 ત્રણ ફોર્મેટમાં રમે છે. 


ધોનીના સંન્યાસની મોટી ખબર : તૂટી જશે કરોડો દર્શકોના દિલ, અચાનક ગોઠવાઈ લંડન ટુર


કોણ છે મોનાંક પટેલ
મોનાંક પટેલ વિકેટ કીપર, બેટ્સમેન છે. ભારતમાં ગુજરાતની સ્ટેટ ટીમ તરફથી અંડર-16 અને અંડર-19 ટીમ માટે તેઓ રમી ચૂક્યા છે. તો અમેરિકાની તરફથી મોનાંકે 47 વનડે અને 25 T20 મેચોમાં મેદાનમાં ઉતરી ચૂક્યાં છે. આ ઉપરાંત તેઓ 67 લિસ્ટ-એ મેચ પણ રમી ચૂક્યા છે. વન-ડે ક્રિકેટમાં મોનાંકે 78.75 ની સ્ટ્રાઈક રેટથી 1446 રન બનાવ્યા છે. તેમાં તેમણે બે શતક અને 10 અર્ધશતક પણ લગાવ્યા છે. 


આ સિવાય T20 ઈન્ટરનેશનલમાં મોનાંકે 130.86ના સ્ટ્રાઈક રેટથી 441 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં મોનાંકના નામે બે અડધી સદી છે. જ્યારે લિસ્ટ Aમાં મોનાંકે 2104 રન બનાવ્યા છે. મોનાંકે આ યાદીમાં 14 અડધી સદી અને 3 અડધી સદી પણ ફટકારી છે.


IPL ના ઈતિહાસમાં RCB નું સૌથી મોટું કમબેક, 17 વર્ષમાં અન્ય કોઈ ટીમ આવું નથી કરી શકી


કેપ્ટનશીપમાં પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે
મોનાંક પટેલ અમેરિકન ટીમની કેપ્ટનશીપમાં પણ મોટી મોટી સિદ્ધી હાંસિલ કરી રહ્યા છે. મોનાંકના નેતૃત્વમાં અમેરિકી ટીમ તેની ધરતી પર T20 વર્લ્ડ કપમાં યુએસ ટીમનું નેતૃત્વ કરશે. આવી સ્થિતિમાં, આશા રાખવામાં આવે છે કે અમેરિકનો આ ICC ટૂર્નામેન્ટમાં વધુ સારું પ્રદર્શન કરશે.


જય શાહનું મોટું નિવેદન : આ 4 ટીમ હશે T20 World Cup જીતવાની પ્રબળ દાવેદાર