IPL 2022: KKRના સુપરસ્ટાર લગ્નગ્રંથિથી જોડાયા, સોશિયલ મીડિયામાં સામે આવ્યો પત્ની સાથેનો ફોટો
ન્યૂઝીલેન્ડના સુપરસ્ટાર બોલર ટિમ સાઉદીએ રવિવારે લગ્નના બંધનમાં બંધાયા છે. ટિમ સાઉદીએ પોતાના લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ બ્રાયાની સાથે લગ્ન કર્યા છે. તેમણે ઈંસ્ટાગ્રામ પર તસવીર શેર કરીને લગ્નની જાહેરાત કરી.
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની શરૂઆત હવે ટૂંક સમયમાં શરૂ થશે. એવું કહી શકાય કે આઈપીએલ 2022ની શરૂઆત હવે માત્ર 5 દિવસમાં શરૂ થશે. 26 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગની વચ્ચે પહેલી મેચ રમાશે, જે આ સીઝનની પહેલી મેચ હશે. આઈપીએલ શરૂ થયા પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સના ફાસ્ટ બોલર ટિમ સાઉદી લગ્નગ્રંથીથી જોડાયો છે.
ન્યૂઝીલેન્ડના સુપરસ્ટાર બોલર ટિમ સાઉદીએ રવિવારે લગ્નના બંધનમાં બંધાયા છે. ટિમ સાઉદીએ પોતાના લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ બ્રાયાની સાથે લગ્ન કર્યા છે. તેમણે ઈંસ્ટાગ્રામ પર તસવીર શેર કરીને લગ્નની જાહેરાત કરી.
બન્ને લાંબા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા અને 2019માં બન્ને જણાંએ સગાઈ કરી હતી. ટિમ સાઉદીએ પોતાની તસવીર શેર કરીને લખ્યું છે, ‘Forever’.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube