કોણ હશે BCCI ના નવા સચિવ? જય શાહનું સ્થાન લેવા આ 4 ધુરંધર તૈયાર, સામે આવ્યા નામ
Who will be new secretary of BCCI: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના વર્તમાન સચિવ જય શાહ હવે ICCના અધ્યક્ષ બન્યા છે. તેઓ 1 ડિસેમ્બરે તેમનું પદ સંભાળશે. બોર્ડ હવે તેમના સ્થાને નવા સચિવની શોધ કરી રહ્યું છે.
Who will be new secretary of BCCI: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના (BCCI)ના વર્તમાન સચિવ જય શાહ હવે ICCના અધ્યક્ષ બન્યા છે. તેઓ 1 ડિસેમ્બરે તેમનું પદ સંભાળશે. બોર્ડ હવે તેમના સ્થાને નવા સચિવની શોધ કરી રહ્યું છે. નવા નામોને લઈને હલચલ ચાલી રહી છે. તેના સિવાય બોર્ડની રાજનીતિ પણ હવે સામે આવી રહી છે. બીસીસીઆઈમાં દરેક વખતે મોટા પડદા પર કોઈની પસંદગી માટે મોટા સ્તર પર રાજનીતિ થાય છે.
બીસીસીઆઈની બેઠકમાં ચર્ચા
રવિવારે બીસીસીઆઈની 93મી વાર્ષિક સામાન્ય બેઠક મળી. તેમાં સામેલ સભ્યોએ જય શાહને નવા સેક્રેટરીની શોધ ઝડપી બનાવવા અનુરોધ કર્યો હતો. જોકે આ એજીએમનો મુખ્ય મુદ્દો ન હતો, તેમ છતાં સભ્યોએ આ વિષય પર ખુલ્લેઆમ ચર્ચા કરી હતી. જય શાહ નવેમ્બરના અંત સુધી પદ પર રહેશે. તેઓ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના વડા પણ છે. જય શાહ તે પદ પણ છોડી દેશે. તેમના સ્થાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવી અધ્યક્ષ બની શકે છે.
આ દાવેદાર રેસમાં આગળ
ઈએસપીએનક્રિકઈન્ફોના રિપોર્ટ અનુસાર, દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘના અધ્યક્ષ રોહન જેટલી, બીસીસીઆઈના કોષાધ્યક્ષ આશીષ શેલાર, સંયુક્ત સચિવ દેવજીત સૈકિયા અને ગુજરાત ક્રિકેટ સંઘના સચિવ અનિલ પટેલ આ પદ માટે મુખ્ય દાવેદાર છે.
અરૂણ ઘૂમલને લઈને મોટો નિર્ણય
એજીએમની એક અન્ય પ્રાથમિકતા આઈસીસી બેઠકોમાં ભાગ લેવા માટે ભારતના બે પ્રતિનિધિઓનું નામાંકન હતું. અરુણ ધૂમલ અને અભિષેક દાલમિયા IPL ગવર્નિંગ કાઉન્સિલમાં જનરલ બોડીના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા હતા. ધૂમલ ઓછામાં ઓછા આઈપીએલ 2025 સુધી લીગ પ્રમુખ તરીકે ચાલુ રહેશે.
વાર્ષિક બજેટને મળી મંજૂરી
આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ ક્રિકેટર વી ચામુંડેશ્વરનાથને ભારતીય ક્રિકેટર્સ એસોસિએશન દ્વારા ખેલાડી પ્રતિનિધિ તરીકે નામ આપવામાં આવ્યું હતું. આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એજીએમએ 2024-25 સીઝન માટેના વાર્ષિક બજેટને પણ મંજૂરી આપી હતી અને સભ્યોએ એક સમાજ તરીકે બીસીસીઆઈની કાનૂની સ્થિતિ જાળવી રાખવા સર્વાનુમતે ઠરાવ કર્યો હતો.