ભારતીય મૂળના છોકરાએ જ આખી ટીમ ઈન્ડિયાને કરી દીધી પેવેલિયન ભેગી, જાણો કોણ છે એજાઝ પટેલ
ભારતીય મૂળના કિવી લેગ-સ્પિનર એજાઝ પટેલ જ્યારે ભારત સામેની મુંબઈ ટેસ્ટના પ્રથમ દિવસે વિકેટ લઈ રહ્યા હતા, ત્યારે વાનખેડે સ્ટેડિયમમાં કોઈએ મ્યૂટ બટન દબાવ્યું હોય તેવું લાગતું હતું.
મુંબઈ: ભારતીય મૂળના કિવી લેગ-સ્પિનર એજાઝ પટેલ જ્યારે ભારત સામેની મુંબઈ ટેસ્ટના પ્રથમ દિવસે વિકેટ લઈ રહ્યા હતા, ત્યારે વાનખેડે સ્ટેડિયમમાં કોઈએ મ્યૂટ બટન દબાવ્યું હોય તેવું લાગતું હતું. કોવિડ 19 નિયમો હેઠળ 25 ટકા પ્રેક્ષકોની હાજરીની પરવાનગી હોવા છતાં સ્ટેડિયમમાં ઘણો ઘોંઘાટ હતો. 33 વર્ષીય એજાઝ પટેલનો જન્મ મુંબઈમાં થયો હતો. તેઓ છ વર્ષની ઉંમર સુધી મુંબઈના જોગેશ્વરી સોસાયટીમાં રહેતા હતા. વર્ષ 1996માં તેના માતા-પિતા ન્યુઝીલેન્ડ શિફ્ટ થઈ ગયા.
એજાઝે પ્રથમ દાવમાં ટીમ ઈન્ડિયાની તમામ 10 વિકેટ લીધી
પ્રથમ દાવમાં ઈજાઝે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, મોહમ્મદ સિરાજ અને મયંક અગ્રવાલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. કોહલી, પૂજારા અને અશ્વિન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.
શુક્રવારથી ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ 2nd Test) વચ્ચે શ્રેણીની બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ટેસ્ટના પહેલા દિવસે એજાઝના પરિવારમાંથી કેટલાક લોકો આવ્યા, જેઓ તેને ગરવારે પેવેલિયન વતી સપોર્ટ કરી રહ્યા હતા.
આ જ સભ્યોમાંથી એક ઓવૈશ પણ પોતાના પુત્ર જિયાન સાથે શુક્રવારે વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યો હતો. 30 વર્ષીય ઓવૈશે જણાવ્યું હતું કે, 'હું તમને કહી શકતો નથી કે હું મારા ભાઈ માટે કેટલો ખુશ છું. આ સ્મૃતિને હું મારા જીવનકાળ માટે જાળવીશ. મેં તેને આ સ્ટેડિયમમાં ક્યારેય રમતા જોયો નથી. અમે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે તે મુંબઈમાં રમે. તે અમારા માટે એક સ્વપ્ન અનુભવ છે.
એજાઝે મુંબઈ ટેસ્ટના પહેલા દિવસે કેપ્ટન વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા જેવા દિગ્ગજ ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તેણે શુક્રવારે ચાર વિકેટ લીધી, જ્યારે બીજા દિવસે તેણે 6 વિકેટ ઝડપી અને તમામ 10 વિકેટ તેની લઈને વિરાટ સેનાને પેવેલિયન ભેગા કરી દીધા હતા.
ઓવૈશ સ્પોર્ટ્સ બ્રાન્ડમાં સ્ટોર મેનેજર છે. સાપ્તાહિક રજાના કારણે તે પહેલા દિવસે મેચ જોવા સ્ટેડિયમ પહોંચી ગયો હતો. તેમણે કહ્યું, 'અમારા ઘણા પિતરાઈ ભાઈઓ રવિવારે સ્ટેડિયમ પહોંચશે. આ અમારા અને અમારા પરિવાર માટે ગર્વની ક્ષણ છે. હું તેને સમર્થન આપવા અહીં આવ્યો છું. તે અમારા પરિવારનો પ્રથમ પ્રોફેશનલ ક્રિકેટર છે.
એજાઝનો પરિવાર રજા મનાવવા મુંબઈ આવે છે
એજાઝનું હજુ પણ જોગેશ્વરીમાં ઘર છે. તેની માતા ઓશિવરા પાસેની એક શાળામાં ભણાવે છે જ્યારે તેના પિતાનો રેફ્રિજરેશનનો વ્યવસાય છે. કોવિડ-19 મહામારી (Covid-19 Pandemic) પહેલા તેનો પરિવાર રજાઓ માણવા ભારત આવતો હતો.
એજાઝના પરિવાર વિશે...
એજાઝ પટેલના પરિવારનું એક ઘર હજુ પણ મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં છે. તેની માતા ઓશિવપરાની એક શાળામાં ભણાવતી હતી. એજાઝ પોતે ઘણીવાર IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની મેચ જોવા માટે વાનખેડે સ્ટેડિયમ આવતો હતો. તેમના મિત્ર મિશેલ મેકક્લેનાગનના કારણે તેમણે કેટલાક પ્રસંગોએ MI ખેલાડીઓ સામે બોલિંગ પણ કરી છે. કોણ જાણતું હતું કે જ્યારે તે પોતે ન્યુઝીલેન્ડની ટેસ્ટ જર્સી પહેરીને વાનખેડે ખાતે બોલિંગ કરવા ઉતરશે ત્યારે તે તબાહી મચાવી દેશે. પટેલે પોતાની મેજિંક બોલિંગથી ટેસ્ટ ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો છે. તે ટેસ્ટની એક ઇનિંગમાં 10 વિકેટ લેનારો ત્રીજો ખેલાડી બની ગયો છે.
કુંબલેની બરાબરી કરી શકે છે પટેલ, ચાહકો હતાશ
ભૂતપૂર્વ લેગ સ્પિનર અનિલ કુંબલેએ 1998-99માં પાકિસ્તાન માટે એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લીધી હતી. ક્રિકેટ ચાહકો સોશિયલ મીડિયા પર અનુમાન લગાવી રહ્યા હતા કે જો કોઈ પટેલને કુંબલેના રેકોર્ડની બરાબરી કરવાથી રોકી શકે તેમ છે તો તે રાહુલ દ્રવિડ છે. જો કેપ્ટન વિરાટ કોહલી દ્રવિડના કહેવા પર ઈનિંગ ડિકલેર કરશે તો ઈજાઝ આ રેકોર્ડની બરાબરી કરવાથી વંચિત રહી જશે.
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના જિમ લેકરે 1956માં માન્ચેસ્ટર ટેસ્ટમાં 53 રન આપીને 10 વિકેટ લીધી હતી, જ્યારે કુંબલેએ 1999માં દિલ્હીમાં પાકિસ્તાન સામે 74 રનમાં 10 વિકેટ લીધી હતી. મુંબઈમાં જન્મેલા ઈજાઝે બીજી ટેસ્ટમાં 47.5 ઓવર ફેંકી હતી અને 12 ઓવર મેડલ નાંખીને 119 રનમાં 10 વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું હતું. ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એજાઝે આ અદ્ભુત કામ કરીને ઈતિહાસના પાનામાં પોતાનું નામ લખાવ્યું હતું.