નવી દિલ્હીઃ હાલમાં એક ટીવી શોમાં વિવાદાસ્પદ નિવેદન આપવાના મામલામાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલને ટીમ ઈન્ડિયામાં નથી અને તે હવે તપાસ પૂર્ણ થયા સુધી રમી શકશે નહીં. બીસીસીઆઈએ કેએલ રાહુલની જગ્યાએ શુભમન ગિલ જ્યારે હાર્દિક પંડ્યાના સ્થાને ટીમમાં વિજય શંકરને સામેલ કર્યા છે. શુભમન ગિલને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે અને ટી20 સિરીઝમાં ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. શુભમન ગિલની તક મળશે તેની કોઈને આશા નહતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે, ગિલ પહેલા ઘણા બીજા દાવેદાર હતા જેની પસંદગી થઈ શકતી હતી. આ યાદીમાં મયંક અગ્રવાલનું નામ સૌથી ઉપર હતું, પરંતુ તે ઈજામાંથી બહાર આવી રહ્યો છે, તેથી તેના નામ પર વિચાર કરવામાં ન આવ્યો. તેવામાં શુભમન ગિલનું પ્રદર્શને તેને મદદ કરી અને ટીમમાં સ્થાન મળ્યું. 


ગિલનો પ્રથમવાર ભારતીય ટીમમાં સમાવેશ
ગિલ પ્રથમવાર ભારતીય ટીમમાં સામેલ થી રહ્યો છે. આ વર્ષે શુભમન ગિલે રણજીમાં દસ ઈનિંગમાં 98.75ની એવરેજથી 790 રન બનાવ્યા છે. શુભમન ગત વર્ષે અન્ડર-19 વિશ્વકપ દરમિયાન તમામની નજરમાં આવ્યો હતો, જ્યારે તે ટૂર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ થયો હતો. તેણે વિશ્વકપના પાંચ મેચોમાં 124ની એવરેજથી 372 રન બનાવ્યા હતા, તેની સ્ટ્રાઇક રેટ 112.38 રહી હતી. તેને તેની શાનદાર એવરેજ માટે યૂથ ક્રિકેટમાં જૂનિયર ડોન બ્રેડમેન કહેવામાં આવે છે. 


વિશ્વ ક્રિકેટમાં 1000 મેચ જીતનાર પ્રથમ દેશ બન્યો ઓસ્ટ્રેલિયા


અન્ડર-19 વિશ્વકપમાં છવાઈ ગયો હતો શુભમન
અન્ડર-19 વિશ્વકપમાં સફળ પ્રદર્શન બાદ આઈપીએલમાં તેને કોલકત્તા નાઇટ રાઇડર્સે ખરીદ્યો હતો. આઈપીએલમાં તેણે ખાસ પ્રદર્શન તો ન કર્યું પરંતુ નિરાશ પણ ન કર્યા. ત્યારબાદ દેવધર ટ્રોફીમાં સદી ફટકારીને ભારત એને છ વિકેટે જીત અપાવી ફાઇનલમાં પહોંચાડ્યું હતું. અન્ડર-19 સ્ટાર ગિલે ત્રણ પસંદગીકારોની હાજરીમાં 111 બોલમાં અણનમ 106 રન ફટકાર્યા હતા. ત્યારથી પસંદગીકારોની તેના પર ખાસ નજર હતી. ગિલને તેનો ફાયદો મળ્યો છે.